Jamnagar : નવરાત્રીની ઉજવણીમાં આયુષમાન ખુરાનાએ આપી હાજરી, સાંસદ પૂનમ માડમ પણ રહ્યા હાજર, જુઓ Video

| Edited By: | Updated on: Oct 16, 2023 | 9:09 AM

નવરાત્રીના (Navratri 2023) પર્વની શરુઆત થઇ ગઇ છે. ગુજરાતમાં નવરાત્રીના પર્વનું અનોખુ મહત્વ રહેલુ છે. ત્યારે જામનગરમાં પણ 15 ઓક્ટોબરના રોજ ધામધૂમથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી. જામનગરમાં નવરાત્રીની એક ઉજવણીમાં અભિનેતા અને સિંગર એવા આયુષમાન ખુરાના જોડાયા હતા. આ પ્રસંગે તેમની સાથે જામનગરના સાંસદ પૂનમ માડમ પણ હાજર રહ્યા હતા.

Jamnagar : નવરાત્રીના (Navratri 2023) પર્વની શરુઆત થઇ ગઇ છે. ગુજરાતમાં નવરાત્રીના પર્વનું અનોખુ મહત્વ રહેલુ છે. ત્યારે જામનગરમાં પણ 15 ઓક્ટોબરના રોજ ધામધૂમથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી. જામનગરમાં નવરાત્રીની એક ઉજવણીમાં અભિનેતા અને સિંગર એવા આયુષમાન ખુરાના જોડાયા હતા. આ પ્રસંગે તેમની સાથે જામનગરના સાંસદ પૂનમ માડમ પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો-Bharuch : ભરૂચ પોલીસ આયોજિત SAFE & SECURE NAVRATRI MAHOTSAVમાં પોલીસ અધિક્ષક સહીત અધિકારીઓ ગરબે ઘૂમ્યાં, જુઓ Video

અભિનેતા આયુષ્માન ખુરાનાએ ગુજરાતના જામનગરમાં નવરાત્રીની ઉજવણીમાં હાજરી આપી હતી.જામનગરમાં એક ઝુપડપટ્ટી વિસ્તારમાં નવરાત્રીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં આયુષમાન ખુરાનાએ ભાગ લીધો હતો. આયુષમાન ખુરાનાને જોઇને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોએ આયુષમાન સાથે સેલ્ફી પણ લીધી હતી. તો સાંસદ પૂનમ માડમ પણ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આયુષમાન ખુરાના સાથે હાજર રહ્યા હતા.

જામનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો