જામનગરમાં ‘લમ્પી’ના કહેર વચ્ચે વાયરલ ઓડિયોએ હડકંપ મચાવ્યો, કૃષિપ્રધાન રાઘવજી પટેલે કરી સ્પષ્ટતા, જુઓ VIDEO

|

Jul 29, 2022 | 7:55 AM

જામનગર (Jamnagar) શહેરમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે.

Jamnagar Lumpy Virus : જામનગરના ઓડિયા વાયરલ મુદ્દે કૃષિપ્રધાન રાઘવજી પટેલે (Raghavji Patel)કહ્યું, તબીબ જેવી વ્યક્તિ આવી વાત કરે એ ખોટું કહેવાય.લમ્પી વાયરસને (Lumpy Virus)  લઈને કૃષિ વિભાગ ગંભીર છે. જામનગરમાં હાલ 12 હજાર વેક્સિન ડોઝ ઉપલબ્ધ છે અને બીજા 50 હજાર રસીનો જથ્થો (Lumpy virus vaccine) જામનગર પહોંચી જશે. તેમણે કહ્યું, પશુપાલન વિભાગ સતત કાર્યરત અને પશુ નિરીક્ષક સતત કામગીરી કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું, 270 જેટલી એનિમલ એમ્બ્યુલન્સ જામનગર જિલ્લામાં કાર્યરત છે.

જામનગરમાં લમ્પી વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત

જામનગર (Jamnagar) શહેરમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. જામનગરમાં લમ્પીના મુ્દ્દે વેટરનરી ડોક્ટર, વિપક્ષ સહિત કમિશ્નરે પણ મેદાનમાં ઉતરવું પડ્યું છે. મહાનગરપાલિકા તંત્ર (JMC) લમ્પીને અટકાવવા માટે પૂરતાં પગલાં ન લઇ રહ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચના નંદાણિયા દ્વારા ધરણાં કરવામાં આવ્યા. જામનગર જિલ્લામાં 477 પશુઓને લમ્પી વાયરસની અસર થઈ છે જે પૈકી 27 પશુઓના મોત નિપજ્યા છે. તો વિક્રમ માડમે પણ ગંભીર આક્ષેપ કર્યા  હતા.

 લમ્પી વેક્સિન મુદ્દે વિપક્ષ લડી લેવાના મૂડમાં

કોંગ્રેસે (Congress) આક્ષેપ કર્યો છે કે લમ્પીગ્રસ્ત પશુઓને અલગ રાખવાની કામગીરી તંત્ર દ્રારા થતી નથી. જેના કારણે વધુને વધુ પશુઓ લમ્પીથી સંક્રમિત થઇ રહ્યા છે. બીજી તરફ તંત્ર પણ રસીકરણની કામગીરી થતી હોવાનું જણાવે છે, પરંતુ કેટલા પશુઓ લમ્પીથી સંક્રમિત છે અને કેટલા પશુઓનાં (Cattle) મોત થયાં છે તે અંગે ખુદ મનપાના (JMC) અધિકારીઓ પણ અજાણ છે.

અધિકારીઓ ચોપડે સબસલામતનો રાગ આલાપી યોગ્ય કામગીરી થતી હોવાનો દાવો કરી રહ્યા છે. આ દરમિયાન બે વેટરનરી ડોક્ટર વચ્ચેનો ઓડિયો વાયરલ થતા કમિશ્નરે વિજય ખરાડીએ તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનામાં ડૉ. ગોધાણી પાસે ખુલાસો માગવામાં આવ્યો છે. તેમજ કમિશ્નરે દાવો પણ કર્યો હતો કે વેક્સિનનો પૂરતો જથ્થો છે.

Next Video