જામનગર : હાપા માર્કેટિંગ યાર્ડમાં હરાજીમા લાલ મરચાંનો ઓલ ટાઈમ હાઈ ભાવ, એકમણના 10હજાર ભાવ બોલાતા ખેડૂતોમાં ઉત્સાહ
Jamnagar: હાપા માર્કેટિંગ યાર્ડમાં મરચાનો ભાવ ઓલ ટાઈમ હાઈ બોલાયો હતો. 20 કિલો મરચાનો 10 હજાર રૂપિયા ભાવ બોલાતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે અને પોતાના મરચા લઈ હાપા માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા.
જામનગર ના હાપા માર્કેટ યાર્ડમાં હરાજીમાં લાલ મરચાંનો ઉંચો ભાવ બોલાતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાનો ઓલટાઈમ હાઈ ભાવ એકમણના 10 હજાર ભાવ બોલાયો હતો. ગોંડલના ખેડ઼ૂતોના લાલ મરચાં હાઈ ક્વોલિટના હોવાથી તે મરચાંનો 10 હજાર પ્રતિ મણનો ભાવ બોલાયો છે. હાલમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને 2500થી લઈને 10 હજાર સુધીનો ભાવ મળતા જિલ્લામાંથી પણ ખેડૂતો મરચાં સાથે હાપા માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા.
મરચાંનો ઓલટાઈમ હાઈ ભાવ બોલાતા ખેડૂતોમાં ઉત્સાહ
ચાલુ વર્ષે જીરૂના ભાવમાં પણ ઉછાળો થયો છે. જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં જીરૂના સારા ભાવ મળતા ખેડુતો ખુશ થયા હતા. છેલ્લા ઘણા સમયથી હાપા માર્કેટીંગ યાર્ડમાં જીરૂની આવક શરૂ થઈ છે. જેમાં અગાઉ જીરૂના ભાવ મળતા, તે કરતા હાલ છેલ્લા બે સપ્તાહથી જીરૂના ભાવમાં ઉછાળો થયો છે. માર્ચથી હાલ સુધીમાં કુલ 3.16 લાખ મણની જીરૂ આવક યાર્ડમાં નોંધાઈ છે. જેના ભાવ રૂ.3000 થી 5280 સુધીનો નોંધાયો છે. 5280નો ભાવ ઓલટાઉમ હાઈ ભાવ નોંધાયો છે.
ખેડુતોને હાપા માર્કેટીંગ યાર્ડમાં જીરૂના સારા ભાવ મળી રહ્યા છે. જે ગત વર્ષે એક મણના રૂ. 2500થી 4000 સુધીના નોંધાયા હતા. જે હાલ ભાવ દોઢાથી બમણા થયા છે. એક મણ જીરૂના રૂ. 5000 કે આસપાસના મળી રહ્યા છે. જેથી ખેડુતો ખુશી વ્યકત કરી છે. જો કે ઉત્પાદન ઓછુ થવાના કારણે જીરૂના ભાવમાં ઉછાળો થયો છે.
