Ahmedabad : સતત ત્રીજા દિવસે ITના દરોડા યથાવત, કરોડોના બેનામી વ્યવહારોના દસ્તાવેજો કરાયા જપ્ત, જુઓ Video

|

Oct 17, 2023 | 10:29 AM

અમદાવાદમાં પંચવટી વિસ્તારમાં બ્લીચ કેમ ગ્રુપ અને ધારા કેમિકલ પર આવકવેરા વિભાગના  (Income Tax Department) દરોડા સતત ત્રીજા દિવસે યથાવત જોવા મળી રહ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓની તપાસ બાદ કરોડો રુપિયાના બેનામી વ્યવહારોના દસ્તાવેજો જપ્ત થયા છે. રૂપિયા 100 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવતા ચકચાર મચી ગઇ છે.

Ahmedabad : અમદાવાદમાં પંચવટી વિસ્તારમાં બ્લીચ કેમ ગ્રુપ અને ધારા કેમિકલ પર આવકવેરા વિભાગના  (Income Tax Department) દરોડા સતત ત્રીજા દિવસે યથાવત જોવા મળી રહ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓની તપાસ બાદ કરોડો રુપિયાના બેનામી વ્યવહારોના દસ્તાવેજો જપ્ત થયા છે. રૂપિયા 100 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવતા ચકચાર મચી ગઇ છે.

આ પણ વાંચો- Breaking News : રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલની સત્તાવાર જાહેરાત,જુઓ Video

11 ઓક્ટોબરે અમદાવાદમાં આવકવેરા વિભાગે (Income Tax Department) તપાસ કરવાની શરુઆત કરી હતી. આવકવેરા વિભાગે અમદાવાદના જાણીતા વેપારી કેયુર શાહ સહિત અનેક વેપારીના ત્યાં તપાસ શરુ કરી હતી.જે પછી હજુ પણ બ્લીચ અને ધારા કેમિકલના વેપારીના ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધીની તપાસમાં IT વિભાગને 20 બેંક એકાઉન્ટ અને લોકરની વિગતો મળી આવી છે. જે પછી હવે આગામી દિવસોમાં બેંક લોકર ઓપરેટ કરવામાં આવશે. વેપારી કેયુર શાહ, સંજય પટેલ અને દિપક શાહના ઘર સહિત ઓફિસમાં તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે કરોડોની કરચોરી પકડાય તેવી શકયતા છે.

મહત્વનું છે કે પંચવટી વિસ્તારમાં કેમિકલના વેપારી સહિત 20થી વધુ સ્થળોએ IT વિભાગ રેડ પાડી છે. બ્લીચ કેમ ગ્રુપ અને ધારા કેમિકલના ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. ITના 100 જેટલા અધિકારીઓ દરોડામાં જોડાયા છે. બે મોટા કેમિકલના વેપારીઓના ત્યાં દરોડા પાડીને આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:34 pm, Fri, 13 October 23

Next Video