Breaking News : ગુજરાતમાં IT વિભાગના દરોડા, વાપીની 24થી વધુ જગ્યાએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન, જુઓ Video

Breaking News : ગુજરાતમાં IT વિભાગના દરોડા, વાપીની 24થી વધુ જગ્યાએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન, જુઓ Video

| Edited By: | Updated on: Sep 02, 2025 | 2:48 PM

ગુજરાતમાં ફરી એક વાર IT વિભાગના દરોડા પડ્યા છે. વલસાડના વાપીના 24થી વધુ જગ્યા પર ITનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરની જાણીતી એન.આર.અગ્રવાલ પેપર મીલમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતમાં ફરી એક વાર IT વિભાગના દરોડા પડ્યા છે. વલસાડના વાપીના 24થી વધુ જગ્યા પર ITનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરની જાણીતી એન.આર.અગ્રવાલ પેપર મીલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ગજાનંદ પેપરમીલ અને શ્રી અજીત પેપર મીલમાં પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.

પુણેમાં પણ 10થી 12 જેટલી જગ્યાએ સર્ચ હાથ ધરાયું હોવાની માહિતી સામે આવી છે. કંપનીઓ સાથે સંકળાયેલા સ્ક્રેપ ડીલરને ત્યાં પણ IT વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં ITના સુરત અને વાપી વિંગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

વાપીની 24થી વધુ જગ્યાએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન

ઉલ્લેખનીય છે કે વાપીની 24થી વધારે જગ્યા પર IT વિભાગે દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ આ કામગીરી સુરત અને વાપીના આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત, પુણેમાં પણ આશરે 10 થી 12 સ્થળોએ આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે. કંપનીઓ સાથે જોડાયેલા સ્ક્રેપ ડીલર્સના સ્થળોએ પણ તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો