Surat માં કોરોના દર્દીઓ માટે આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું

|

Jan 21, 2022 | 4:50 PM

સુરતમાં ત્રીજી લહેર વચ્ચે હાસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા ઓછી છે અને લોકો ઘરે જ સાજા થઈ રહ્યા છે. ત્યારે જેમના ઘરે આઈસોલેશન થવાની વ્યવસ્થા ન હોય તે માટે આ આઈસોલેશન સેન્ટર આશિર્વાદ સમાન બની રહેશે.

સુરતમાં(Surat)કોરોનાની(Corona) ત્રીજી લહેર વચ્ચે આઈસોલેશન સેન્ટર(Isolationa Centre)શરૂ કરવામાં આવ્યું છે.ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના હસ્તે આઈસોલેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સુરતમાં ત્રીજી લહેર વચ્ચે હાસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા ઓછી છે અને લોકો ઘરે જ સાજા થઈ રહ્યા છે. ત્યારે જેમના ઘરે આઈસોલેશન થવાની વ્યવસ્થા ન હોય તે માટે આ આઈસોલેશન સેન્ટર આશિર્વાદ સમાન બની રહેશે. આ આઈસોલેશન સેન્ટર સુરતના પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહની આગેવાની હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે ઓક્સિજનના બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે..પ્રથમ લહેર અને બીજી લહેરમા પણ નિરવ શાહ દ્વારા આઈસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યું હતું અને હજારો દર્દીઓને સાજા કરીને ઘરે પરત મોકલ્યા હતા. ત્યારે ત્રીજી લહેરમાં પણ દર્દીઓ આ આઈસોલેશન સેન્ટરનો ઉપયોગ કરી શક્શે.

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરની વાત કરીએ તો ત્રીજી લહેરમાં ગુજરાતમાં સૌથી વધુ મોત સુરતમાં જ થયા છે. જેમાં 23 દિવસમાં 37 હજારથી વધુ કેસ સામે આવ્યા છે..ત્રીજી હેરમાં માત્ર 13 દિવસમાં જ 20 દર્દીના મોત થયા છે. આ આંકડાની સરખામણી જો પહેલી લહેર સાથે કરવામાં આવે તો પહેલી લહેરમાં 30 દિવસમાં 20 દર્દીઓના મોત થયા હતા. તો બીજી લહેરમાં 42 દિવસમાં 20 દર્દીના મોત થયા હતા.

આ પણ વાંચો : જામનગર જીલ્લામાં 80 જેટલા સ્થળોથી હજારો લોકોએ ખોડલધામ પાટોત્સવ લાઈવ નિહાળ્યો

આ પણ વાંચો :  Ahmedabad : કોરોનાના કેસો વધતા ધનવંતરી કોવિડ હોસ્પિટલ ફરી શરૂ થશે, ICU અને વેન્ટિલેટર બેડ તૈયાર કરાયા, સરકાર પાસે સ્ટાફની માંગણી કરાઇ

Published On - 4:45 pm, Fri, 21 January 22

Next Video