ISKCON Bridge Accident: અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં અમદાવાદ RTO એ તથ્ય પટેલનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કર્યું છે. વર્ષ 2022માં જ તથ્ય પટેલે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવ્યું હતું. લાંબા સમય બાદ RTO દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે તથ્ય પટેલનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Breaking News: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી
બીજ તરફ તથ્ય પટેલ દ્વારા જેલમાં વિવિધ માગણીઓ કરવામાં આવી હતી. જે માગણીઓ પર પણ સરકારે જવાબ આપ્યો. જેલ મેન્યુઅલ પ્રમાણે તથ્યને બે સમય ઘરનું જમવાનું મળશે તેવું સરકારે જણાવ્યુ છે. “સપ્તાહમાં એક વખત સગાને મળવા અથવા ફોન કરવા દેવામાં આવશે”. મહત્વનુ છે કે વીડિયો રેકોર્ડિંગ મુદ્દે કાલે ઇન્વેસ્ટિગેશન ઓફિસર એફિડેવિટ કરશે. તથ્યના વકીલે CCTV ફૂટેજ અને વીડિયો રેકોર્ડિંગની માગ કરી હતી. હવે આવતીકાલે સવારે 11 વાગે થશે વધુ સુનાવણી થશે. આ તમામ વચ્ચે હવે અમદાવાદ RTO દ્વારા તથ્ય પટેલનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કર્યું છે.