Gujarati Video: ભાવનગરમાં અકવાડા તળાવ બ્યુટીફિકેશન ફેઝ 2 કામમાં ગેરરીતિ, ડી.એસ.પટેલ એજન્સીને કોર્પોરેશને ફટકારી નોટિસ

| Edited By: | Updated on: Aug 09, 2023 | 7:21 AM

ભાવગનર શહેરમાં વિકાસના કામમાં ગેરરીતિ આચરનાર ડી.એસ.પટેલ એજન્સીને કોર્પોરેશને નોટિસ ફટકારી છે. ટેન્ડરની જોગવાઈ સિવાય સસ્તું લોખંડ વાપરતા બ્લેકલિસ્ટ કરવા નોટિસ આપવામાં આવી છે. અકવાડા તળાવ બ્યુટીફિકેશન ફેઝ 2 માટે સરકારે 16 કરોડ મંજૂર કર્યા છે.

Bhavnagar : ભાવગનર શહેરમાં વિકાસના કામમાં ગેરરીતિ આચરનાર ડી.એસ.પટેલ એજન્સીને કોર્પોરેશને નોટિસ ફટકારી છે. ટેન્ડરની જોગવાઈ સિવાય સસ્તું લોખંડ વાપરતા બ્લેકલિસ્ટ કરવા નોટિસ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અકવાડા તળાવ બ્યુટીફિકેશન ફેઝ 2 માટે સરકારે 16 કરોડ મંજૂર કર્યા છે.

આ પણ વાંચો : સાડી, ઝુમકા સાથે Tamannaah Bhatiaનો શાહી અંદાજ જોવા મળ્યો

દોઢ વર્ષ પહેલા આ કામ માટે એલ 1 ભવાની કન્સ્ટ્રક્શને ખોટું સર્ટી રજૂ કરાતા બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. જેથી ડી.એસ.પટેલ એજન્સીએ એલ-1ના ભાવે કામ કરવા સંમતિ દર્શાવતા તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પણ ટેન્ડરની જોગવાઇ કરતા અન્ય સ્ટીલ વાપરવા કન્સલ્ટન્ટે અભિપ્રાય મેળવી કોર્પોરેશનમાં રજૂ કર્યો હતો.

બ્યુટીફિકેશન ફેઝ 2 માટે સરકારે 16 કરોડ મંજૂર કર્યા

આ જ રીતે ફાયર બ્રિગેડના સ્ટાફ માટે 3.71 કરોડના ખર્ચ ક્વાર્ટર બનાવવાનું કામ પણ ડી.એસ પટેલ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે. તેમાં પણ ટેન્ડરની જોગવાઈમાં નિયત કરેલા સ્ટીલ સિવાય સાદુ લોખંડ વાપરવા કન્સલ્ટન્ટનો રિપોર્ટ મેળવ્યો અને તે મુજબ કામ કરવા તંત્રને લેખિત લખીને આપ્યું છે. જેથી કોર્પોરેશને અધિકારીઓની નિષ્ક્રિયતા સામે પડતાળ બોલાવી હતી.અને કન્સલ્ટન્ટને બે નોટિસ ફટકારી છે. એટલું જ નહીં કોર્પોરેશને ગેરરીતિ સામે આવતા હાલ બંને કામને અટકાવી દીધા છે.

તો બીજી તરફ વિપક્ષે કોર્પોરેશનના સત્તાધિશો પર ગંભીર આરોપ લગાવ્યાં છે. વિપક્ષનો આક્ષેપ છે કે પાલિકાના શાસકોની દેખરેખનો અભાવ અને મિલિભગતને કારણે કૌભાંડને અંજામ અપાયો છે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો