Rajkot: ધોરાજીમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં આક્રોશ, ખેતરમાં પાક ચરવા પશુઓ મૂક્યા
વાવેતર સમયે એક વીઘા દીઠ 25 હજારનો ખેડૂતોએ ખર્ચ કર્યો છે પરંતુ આ ખર્ચ ખેડૂતોના માથે પડયો છે.આ ઉપરાંત ગુજરાતમાં ડુંગળીનું વિપુલ ઉત્પાદન કરતાં જિલ્લા ભાવનગરમાં પણ ડુંગળીના ભાવને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ મળ્યા નથી, જેના લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ગુજરાતના (Gujarat) મોટાભાગના જિલ્લાઓમાં આ વર્ષે ડુંગળીનું (Onion) વિપુલ ઉત્પાદન થયું છે. જેના પગલે ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ નથી મળી રહ્યા.જેમાં
પાકના પૂરતા ભાવ ન મળતા જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે. જેમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ખેતરમાં પશુ ચરવા મૂકયા છે. રાજકોટના ધોરાજીમાં (Dhoraji)ખેડૂતે તૈયાર પાકમાં પશુને ચરવા મુકી દીધા છે.હાલ ખેડૂતોને ડુંગળીના પ્રતી મણના 80 થી100 રૂપિયા મળી રહ્યા છે..જેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે..વાવેતર સમયે એક વીઘા દીઠ 25 હજારનો ખેડૂતોએ ખર્ચ કર્યો છે પરંતુ આ ખર્ચ ખેડૂતોના માથે પડયો છે.આ ઉપરાંત ગુજરાતમાં ડુંગળીનું વિપુલ ઉત્પાદન કરતાં જિલ્લા ભાવનગરમાં પણ ડુંગળીના ભાવને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ મળ્યા નથી, જેના લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ભાવનગર જિલ્લો ગુજરાતમાં ડુંગળીનું કુલ 67 ટકા ઉત્પાદન કરે છે
ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લો ગુજરાતમાં ડુંગળીનું કુલ 67 ટકા ઉત્પાદન કરે છે ત્યારે આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થવા પામેલ છે. જો કે આ વર્ષે ખેડૂતો એ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હોવા છતાં વીઘા દીઠ ડુંગળીનો ઉતારા ઓછા આવ્યો છે. આમ છતાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને મહુવાના માર્કેટિંગ યાર્ડ માં મબલખ ડુંગળી ની આવક થઈ રહી છે. પરંતુ કરુણતાની વાત એ છે કે ડુંગળીના ભાવ સાવ તળિયે જતા ભાવનગર જિલ્લાનો ડુંગળી પકવતો ખેડૂત સાવ પાયમાલ થઈ જવા પામેલ છે.
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
