Devbhumi Dwarka Video: ખેડૂતના આપઘાત કેસમાં SITને સોંપાઈ તપાસ, 4 આરોપીની ધરપકડ
દેવભૂમિદ્વારકામાં ખેડૂતના આપઘાત કેસમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. ખેડૂત ભાયા ચાવડાના આપઘાત મુદ્દે SITને તપાસ સોંપવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા DySP કક્ષાના અધિકારી, PIને તપાસ સોંપી આવી છે. ઘેરા પ્રત્યાઘાત બાદ વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Devbhumi Dwarka News : દેવભૂમિદ્વારકામાં ખેડૂતના આપઘાત કેસમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. ખેડૂત ભાયા ચાવડાના આપઘાત મુદ્દે SITને તપાસ સોંપવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા DySP કક્ષાના અધિકારી, PIને તપાસ સોંપી આવી છે. ઘેરા પ્રત્યાઘાત બાદ વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Devbhumi Dwarka Video: ખેડૂતના આપઘાત કેસમાં 7 આરોપીઓ સામે ગુનો દાખલ, ન્યાય અપાવવા ગુજરાત આહીર સેના મેદાનમાં
ખેડૂતના આપઘાતના કેસમાં કુલ 7 આરોપીઓ માંથી 4 આરોપી પોલીસ સકંજામાં આવી ગયા છે. જેમાં ચોથો આરોપી અજય બાબુ પીઠીયા નામના વધુ એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આ અગાઉ રમેશ પીઠીયા ,ક્રિષ્ના રમેશ પીઠીયા, મુકેશ મેરામણ નંદાણીયાની ધરપકડ કરવામાં આવી હતી. અઢી કરોડની ઠગાઈ કરનાર રમેશ પીઠીયા સહિત 7 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.