વડોદરાના ગોત્રીમાં લેબોરેટરીની આગની ઘટનામાં વિવિધ એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. પોલીસ, FSL અને GPCBના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. ASV લાઈફ સાયન્સ ફાર્મા નામની રિસર્ચ લેબમાં ગઈકાલે મોડી સાંજે આગ લાગી હતી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. આ કેસમાં ફાયર બ્રિગેડ દ્વારા પણ તપાસ શરૂ કરાઈ છે. ફાયર સેફટીના સાધનો ન હોવાથી બિલ્ડિંગ સીલ કરવા સહિતની કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો-Ahmedabad : પૈસાની લેતીદેતીમાં યુવકની હત્યા,પૈસા પરત માંગતા યુવકને મળ્યું મોત,ચાર આરોપી ફરાર
આગ તો બુઝાઈ ગઈ પરંતુ તેની પાછળ અનેક સવાલો છોડતી ગઈ છે. રહેણાક વિસ્તારમાં જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ કરતી લેબને મંજૂરી કેવી રીતે મળી? શું આવી સંવેદનશીલ લેબને રહેણાક વિસ્તારમાં મંજૂરી આપી શકાય? શું આ લેબમાં ફાયર સેફ્ટીના કોઇ સાધનો હતા ? આ સહિતના અનેક સવાલો હાલ તો ઉઠી રહ્યા છે.
મહત્વનું છે કે વડોદરાના ગોત્રીમાં રેઈન પ્લાઝા કોમ્પલેક્સમાં આવેલી ASV લાઈફ સાયન્સ નામની લેબમાં ભયાનક આગી લાગી હતી. આ બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડની 3થી વધુ ગાડીઓએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને પગલે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ તેમજ 3 નવજાત બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આગની જાણ થતા જ ફાયરની 3થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…