Gujarati Video: માથા પર લટકતુ મોત, વડોદરામાં મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનની છતમાંથી પડે છે પોપડા
Vadodara: શહેરના સયાજીપુરા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા લોકોના માથે મોત લટકી રહ્યુ છે. મકાનોની છતમાંથી પોપડા પડી રહ્યા છે. વિનાયક રેસિડેન્સીમાં 101 નંબરના મકાનમાં રાત્રિના સમયે સ્લેબના પોપડા પડતા સ્થાિનિકો ભયમાં મુકાયા હતા.
વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનમાં રહેતા લોકો માથે લટકી રહ્યું છે મોત. વિનાયક રેસીડેન્સીમાં રહેતા લોકો જીવી રહ્યાં છે ભયમાં અને આ ભયનું કારણ છે મકાનોના છતમાંથી પડતા પોપડા. વિનાયક રેસીડેન્સીમાં 101 નંબરના મકાનમાં સ્લેબના પોપડા પડ્યાં હતા. રાતના સમયે પરિવારજનો સુઇ રહ્યાં હતા ત્યારે અચાનક પોપડા પડ્યાં હતા જેને કારણે પરિવારજનો ભયમાં મુકાયા હતા. સ્થાનિકોનું કહેવું છે કે તેમના પોતાના મકાનમાં રહેતા પણ ડર લાગી રહ્યો છે. મકાનમાંથી ગમે ત્યારે પોપડા પડે છે.
આ પણ વાંચો: Vadodara : કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન આયોજન માટે બેઠક મળી, જિલ્લામાં નાળા, નહેર સાફ કરવા આપ્યો આદેશ
સાથે જ સ્થાનિકો સવાલ કરી રહ્યાં છે કે રાતના સમયે તેમના પર પોપડું પડશે અને કોઇ ઘટના બનશે તો તેની કોણ જવાબદારી લેશે? સાથે સાથે આક્ષેપ એવો પણ છે કે કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી લોકોના જીવ જોખમમાં મુક્યાં છે. મહત્વનું છે કે વર્ષ 2017માં વિનાયક રેસીડેન્સીમાં CM આવાસ યોજનાનું ઉદ્ઘાટન કરાયું હતું. પાંચ વર્ષ પહેલા જ લોકોને 12 લાખ રૂપિયામાં મકાન ફાળવવામાં આવ્યાં હતા. માત્ર પાંચ વર્ષમાં જ મકાનની આવી હાલત થતાં મકાનના બાંધકામની ગુણવત્તા સામે સવાલ થયા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…