પાટીદારોના સંગઠન SPGમાં પડ્યા ભાગલા, નારાજ હોદ્દેદારોએ નવી સમિતિ રચી, જાણો શું છે સમગ્ર વિવાદ

|

Jan 18, 2022 | 12:20 PM

લાલજી પટેલે TV9 સાથે વાત કરતા જણાવ્યું હતું કે એસપીજી ગ્રુપમાં ખરેખર કોઇ વિવાદ છે જ નહીં. એસપીજી ગ્રુપમાં કોઇ નવા હોદેદારોની નિમણુક કરવામાં આવી નથી.

પાટીદાર સમાજના યુવાનોના સંગઠન સરદાર પટેલ સેવાદળ (SPG)માં ભાગલા પડ્યા છે. SPGના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી પટેલે (Lalji Patel) અગાઉના હોદ્દેદારોની રદ કરેલી નિમણૂંકના નિર્ણય સામે બળવો થયો છે. SPG પૂર્વ હોદ્દેદારોએ લાલજી પટેલના નિર્ણયના વિરોધમાં એક નવી સમિતિ (New committee) બનાવી દીધી છે.

લાલજી પટેલના નિર્ણય સામે બળવો

પાટીદાર સમાજના યુવાનોના સંગઠન સરદાર પટેલ સેવાદળમાં હવે રીતસરના ભાગલા પડ્યા પડી ગયા છે. લાલજીએ અટકાવેલી નિમણુકને લઈને વિવાદ વકર્યો છે. અગાઉ SPG ના રાષ્ટીય અધ્યક્ષ લાલજી પટેલે તમામ જિલ્લા અને ઝોનના પ્રમુખોના હોદા રદ કર્યા હતા. જેને લઇને SPG હોદ્દેદારોમાં નારાજગી હતી. ત્યારે SPGના પૂર્વ હોદ્દેદારોએ બળવો કરી દીધો. નારાજ હોદ્દેદારોએ ભેગા મળીને સોમવારે કારોબારીની બેઠક બોલાવી હતી. જેમાં હોદ્દેદારોની નિયુક્તિ પણ કરી દીધી.

નવા હોદ્દેદારોની વરણી

પૂર્વ હોદ્દેદારાએ બોલાવેલી કારોબારી બેઠકમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે અશ્વિન પટેલે જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે ગૌરાંગ પટેલ, મહામંત્રી અને પ્રવક્તા તરીકે પુર્વિન પટેલની વરણી કરવામાં આવી છે.

લાલજી પટેલે TV9 સાથે વાત કરતા જણાવ્યું હતું કે એસપીજી ગ્રુપમાં ખરેખર કોઇ વિવાદ છે જ નહીં. એસપીજી ગ્રુપમાં કોઇ નવા હોદેદારોની નિમણુક કરવામાં આવી નથી. અમારી ગેરહાજરીમાં એસપીજીના લેટરપેડ અને લોગાનો ઉપયોગ કરી મિટિંગ બોલાવી અધ્યક્ષ બની ગયાં છે. આ મિટિંગમાં હું હાજર નહોતો. એસપીજી ગ્રુપ બે ભાગમાં વહેચાઇ ગયું છે.

આ પણ વાંચોઃ

Kutch: નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફૂટ પાણીના ઉપયોગ માટે ફેઝ-1ના કામો મંજૂર ,6 તાલુકાના 77 ગામોને થશે ફાયદો

આ પણ વાંચોઃ

Kheda: ડાકોરના રણછોડરાય મંદિરમાં આરતી સમયે દર્શનાર્થીઓને પ્રવેશ નહીં, મંદિરમાં પ્રતિક્રમા કરવા પર પણ પ્રતિબંધ

 

Next Video