હોટેલના ભોજનમાંથી નીકળી ઈયળ, AMCએ 12 હજારનો ફટકાર્યો દંડ, જુઓ Video

હોટેલના ભોજનમાંથી નીકળી ઈયળ, AMCએ 12 હજારનો ફટકાર્યો દંડ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 5:47 PM

વસ્ત્રાપુરમાં આપેલી પ્રિન્સ ભાજીપાઉં નામની રેસ્ટોરન્ટમાં ભાજીપાઉંની ભાજીમાંથી ઈયળ નીકળવાની ઘટના બની. ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિકને ફરિયાદ કરતા માલિકે ઊંધા જવાબ આપ્યા હતા. AMCને જાણ કરતા કાર્યવાહી કરાઇ હતી.

Ahmedabad: અમદાવાદમાં વધુ એક પ્રખ્યાત હોટેલના ભોજનમાંથી ઈયળ નીકળવાની ઘટના સામે આવી છે. પ્રિન્સ ભાજીપાઉંની ભાજીમાંથી ઈયળ નીકળવાનો બનાવ બન્યો હતો. વસ્ત્રાપુરમાં પ્રિન્સ ભાજીપાઉં નામની રેસ્ટોરન્ટ આવેલી છે, જેમાં આ બનાવ બન્યો છે. ઈયળ નીકળવાની આ ઘટનાને લઈ ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિકને ફરિયાદ કરતા ઊંધા જવાબ મળ્યા હોવાના પણ આક્ષેપ કરાયા છે.

આ પણ વાંચો : સજા કાપી ચૂકેલા અને સમાજમાં પુનઃ સ્થાપિત થવા માંગતા અનેક લોકોને અસર કરતો ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

પોતાની ભૂલ બાબતે ગ્રાહક સાથે બોલાચાલી કરતાં મામલો બીચક્યો હતો. જે બાદ AMCને જાણ કરતા રેસ્ટોરન્ટને 12 હજારનો દંડ કરાયો હતો. ભાજીમાંથી ઈયળ નીકળતા આ ગ્રાહકે વીડિયો પણ બનાવ્યો હતો, જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જે બાદ AMCએ કાર્યવાહી કરી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">