Jamnagar: બે દિવસમાં બે વાનગી માંથી નીકળી જીવાત, પિત્ઝામાં જીવાત દેખાતા ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 30, 2023 | 5:51 PM

જામનગરમાં પિત્ઝા ખાતા હોવ તો ચેતજો, ફરી એક વખત પિઝામાંથી જીવાત નીકળી છે. પટેલ કોલોની વિસ્તારના US પિત્ઝાની ઘટના છે. પિત્ઝામાં જીવાત દેખાતા ગ્રાહકે ફરિયાદ કરી હતી. સાફ-સફાઈના નામે મીંડુ હોવાની પણ વાત કરી કારણ કે જ્યાં જુઓ ત્યાં ગંદકી સામે આવી હતી. ફૂડ વિભાગ દ્વારા આ બાબતે કાર્યવાહી તો કરવામાં આવી પરંતુ માત્ર 5 દિવસ આ શાખા બંધ રખાશે. જોકે એક દિવસ આઈસ્ક્રીમમાંથી જીવાત નિકળી તો બીજા દિવસે પીઝામાં જીવાત મળી આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

પિત્ઝાના શોખીનો માટે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફરી એકવાર પિત્ઝામાં સામે આવી છે લોલમલોલ અને બેદરકારીનો પર્દાફાશ થયો છે. આ વખતે પિત્ઝામાં બેદરકારીની જીવાત જામનગરમાં જોવા મળી છે. જામનગરમાં યુએસ પિત્ઝામાંથી જીવાત નીકળી છે.

પટેલ કોલોની વિસ્તારમાં આવેલ યુએસ પિત્ઝાના આ દ્રશ્યો પિત્ઝા પ્રેમીઓ માટે આઘાત સમાન કહી શકાય. પિત્ઝામાં જીવાત દેખાતા ગ્રાહકે આરોગ્ય વિભાગને ફરિયાદ કરી હતી. તો આરોગ્ય વિભાગે પણ યુએસ પિત્ઝાના સંચાલકો સામે કાર્યવાહી કરી અને 5 દિવસ માટે યુનિટ બંધ રાખવાનો આદેશ કર્યો.

આ પણ વાંચો : Jamnagar: દિવાળી પહેલા ઘરની જેમ શહેરની પણ સફાઈ કરવાનું અભિયાન, સતત બે મહિના સુધી કરાશે રાત્રી સફાઈ

યુએસ પિત્ઝાના રસોડામાં સાફ-સફાઈના નામે મીંડુ જોવા મળ્યુ અને જ્યાં જુઓ ત્યાં ગંદકી ઢગ નજરે પડ્યા. ક્યાંક ફૂગ, તો ક્યાં વાસી ચીજવસ્તુઓની ભરમાર પ્રકાશમાં આવી. આ માત્ર નિયમો અને ગુણવત્તા સાથે જ ચેડા નથી, પિત્ઝાના રસિકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા સમાન છે. તપાસ બાદ અધિકારીએ દાવો કર્યો કે, પિત્ઝાની ચિજવસ્તુઓ કે અન્ય સ્થળેથી કોઈ જીવાત કે વંદા મળ્યા નથી અને યુનિટમાં પેસ્ટીસાઈડ કન્ટ્રોલ, લોકોના મેડીકલ ચેકઅપ કરાવવાની સૂચના આપી છે.

 

જામનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 30, 2023 05:50 PM