Navasari: નગરપાલિકાએ વધારેલા વેરા સામે વેપારીઓમાં રોષ, વેરામાંથી મુક્તિ આપવાની માગ

| Edited By: | Updated on: Jan 15, 2022 | 10:56 AM

પહેલા વિજલપોર પાલિકાના અસ્તિત્વ વખતે ઉદ્યોગનગરના વેપારીઓ તે અનુસાર વેરો ભરતા હતા. બાદમાં પાલિકા દ્વારા વેરામાં વધારો કરવામાં આવ્યો. જો કે અહીંના વેપારીઓનું કહેવુ છે કે વેરા વધારાની સામે તેમને પાલિકા તરફથી પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી.

નવસારી (Navsari) નગરપાલિકામાં રહેતા GIDC વેપારીઓ (Merchants) માટે હદ વિસ્તરણ બાદ સમસ્યાઓમાં વધારો થયો છે. નગરપાલિકાના હદ વિસ્તરણ બાદ વેરામાં વધારો કરી દેવામાં આવ્યો છે. સામે પાલિકા દ્વારા એટલી સુવિધા ન અપાતી હોવા છતાં વેરો વધારાતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અહીં ઉદ્યોગકારોએ વેરામાંથી મુક્તિની માગણી કરી છે.

નવસારીમાં હદ વિસ્તરણ થતાં કબીલપોરને અને વિજલપોરને નગરપાલિકામાં જોડી દેવામાં આવ્યા છે અને આ સાથે જ વેરામાં 45થી 65 ટકા વધારો કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. વેપારીઓનો આરોપ છે કે વેરો ભરવા છતાં પાલિકા તરફથી કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં નથી આવતી. એટલું જ નહીં ડ્રેનેજ અને સાફ-સફાઈની કામગીરી પણ સ્વખર્ચે કરાવવી પડી રહી છે. વેપારીઓએ આરોપ લગાવ્યો છે કે એક તરફ વેરામાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ સુવિધાના નામે તેમને મીંડુ મળી રહ્યુ છે.

પહેલા વિજલપોર પાલિકાના અસ્તિત્વ વખતે ઉદ્યોગનગરના વેપારીઓ તે અનુસાર વેરો ભરતા હતા. બાદમાં પાલિકા દ્વારા વેરામાં વધારો કરવામાં આવ્યો. જો કે અહીંના વેપારીઓનું કહેવુ છે કે વેરા વધારાની સામે તેમને પાલિકા તરફથી પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. તેથી ઉદ્યોગકારોએ વેરામાંથી મુક્તિની માગણી કરી છે તો બીજી તરફ પાલિકાએ વેપારીઓની રજૂઆત સાંભળીને સમગ્ર મામલે તપાસ કરી વેરામાં યોગ્ય ઘટાડાની ખાતરી આપી છે.

આ પણ વાંચોઃ Porbandar: પોરબંદરમાં કાર અથડાવાને લઈ બે જુથ વચ્ચે હિંસક અથડામણ, ફાયરિંગમાં બે લોકોના મોત

આ પણ વાંચોઃ Valsad: અગસ્તક્રાંતિ ટ્રેન સાથે મોટી દુર્ઘટના થતી બચી, રેલવે ટ્રેક પર સિમેન્ટના થાંભલા સાથે અથડાઈને એન્જીન સહિત ટ્રેન પસાર