Breaking News: બોંબની ધમકી મળતા ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદ ઍરપોર્ટ પર કરાયુ ઈમરજન્સી લેન્ડિંગ

Breaking News: બોંબની ધમકી મળતા ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદ ઍરપોર્ટ પર કરાયુ ઈમરજન્સી લેન્ડિંગ

| Edited By: | Updated on: Sep 10, 2026 | 8:07 PM

અમદાવાદ ઍરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. લખનઉથી દમામ જઈ રહેલી ફ્લાઈટમાં બોંબ હોવાની ધમકી મળતા ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ છે. ફ્લાઈટમાં કૂલ 107 મુસાફરો સવાર હતા.

પહેલા સ્કૂલ, ત્યારબાદ હાઈકોર્ટ અને હવે ફ્લાઈટમાં બોંબ હોવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો.  ફ્લાઈટમાં બોંબ હોવાની ધમકી મળતા ઈન્ડિંગોની ફ્લાઈટ 6E 097નું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ છે. આજના દિવસમાં સવારના સમયે પહેલા અમદાવાદની નામાંકિત સ્કૂલોને બોંબની ધમકી મળી હતી ત્યારબાદ 12 વાગતા સુધીમાં ગુજરાત હાઈકોર્ટમાં બોંબની ધમકી મળી હતી અને હવે લખનઉ થી દમામ જઈ રહેલી ઈન્ડિંગોની ફ્લાઈટમાં બોબ હોવાની ચિઠ્ઠી મળી હતી. જો કે આ ધમકીભરી નનામી ચિઠ્ઠી મળતા જ સલામતીના ભાગરૂપે અમદાવાદ ઍરપોર્ટ પર ફ્લાઈટનુ ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ હતુ.

સૌપ્રથમ તો ફ્લાઈટમાં બોંબ હોવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો અને પેનિકની સ્થિતિ સર્જાઈ હતી. આ ફ્લાઈટ લખનઉ થી સાંજે 4 આસપાસ ઉડી હતી અને અમદાવાદ નજીકથી પસાર થઈ રહી હતી તે સમયે બોંબ હોવાની માહિતી મળી હતી. જેના પગલે પાયલટે તાત્કાલિક અમદાવાદ ATC ને જાણ કરી હતી અને પ્લેનને 5.55 વાગ્યા આસપાસ અમદાવાદ ઍરપોર્ટ પર લેન્ડ કરાયુ હતુ. લેન્ડ થયા બાદ તેને નિયમિત પાર્કિંગ એરિયાને બદલે આઈસોલેશન એરિયામાં ખસેડવામાં આવ્યુ હતુ. ત્યારબાદ પ્લેનમાં સવાર તમામ મુસાફરોને સલામત રીતે ઉતારવામાં આવ્યા હતા.

ફ્લાઈટમાંથી તમામ 107 મુસાફરોને સુરક્ષિત બહાર લઈ જઈ ચેકિંગ હાથ ધરાયુ હતુ. તમામ મુસાફરો હાલ સુરક્ષિત છે. ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવી ઍરપોર્ટ પોલીસે BDDS અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરી હતી. વિમાનમાં શંકાસ્પદ વસ્તુ છે કે નહીં તેની તપાસ સાતે સુરક્ષા પ્રોટોકોલ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સિંગાપોરના પ્રધાનમંત્રીના પગારમાં કરાયો 64 %નો વધારો, જે વિશ્વના મોટા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને મળતા વેતન કરતા સૌથી વધુ- મોદી, ટ્રમ્પ, પૂતિન જિંનપિંગ પણ પાછળ

Published on: Sep 10, 2026 08:05 PM
Follow Us
Loading...
Unable to load recommendations.