Rajkot: રાજકોટમાં ટીમ ઈન્ડિયાનો હશે રજવાડી ઠાઠ, ખેલાડીઓને પીરસવામાં આવશે કાઠીયાવાડી ભોજન, જુઓ Video

Rajkot: રાજકોટમાં ટીમ ઈન્ડિયાનો હશે રજવાડી ઠાઠ, ખેલાડીઓને પીરસવામાં આવશે કાઠીયાવાડી ભોજન, જુઓ Video

| Edited By: | Updated on: Sep 24, 2023 | 7:30 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણી હાલમાં રમાઈ રહી છે. સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાનારી છે. આગામી વિશ્વકપ 2023 પહેલા અંતિમ વનડે મેચ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે રમનારી છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ રાજકોટ આવનારા છે. ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ સિરીઝની અંતિમ મેચ માટે ઉપસ્થિત રહેશે અને તેમના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ  Sabarkantha: હિંમતનગર બાયપાસ માર્ગ પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો, અકસ્માતો સર્જાતા હોવાને લઈ સર્કલ બનાવવા કરી માંગ, જુઓ Video

ભારતીય ટીમ જ્યારે સૌરાષ્ટ્ર આવી રહી છે, ત્યારે ખેલાડીઓને કાઠીયાવાડી જમણ પણ તૈયાર કરવામાં આવશે. નાસ્તામાં ફાફડા અને જલેબી પણ પીરસવામાં આવશે. ખેલાડીઓને ખાસ કાઠીયાવાડી ભોજન પીરસવામાં આવશે એ માટે ખાસ કારણ એ છે કે, ખેલાડીઓ પણ આવી ડિમાન્ડ સૌરાષ્ટ્રમાં આવતા હોય ત્યારે કરતા હોય છે. રોહિત શર્મા, વિરાટ કોહલી સહિતના સ્ટાર ખેલાડીઓને ખાસ પ્રેસિડેન્ટીયલ સ્યુટ રુમ આપવામાં આવશે. ખેલાડીઓને સુંદર અને યાદગાર પ્રવાસ રહે એ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. ખેલાડીઓનુ સ્વાગત ખાસ ખેસથી કરવામાં આવશે, જેમાં દરેક ખેલાડીને તેમના ફોટા સાથેના ખેસથી સ્વાગત કરવામાં આવશે. હોટલમાં ખેલાડીઓને માટે રુમને હેરીટેઝ-રજવાડી ટચ આપવામાં આવ્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published on: Sep 24, 2023 07:30 PM