Saurashtra Dam: સૌરાષ્ટ્રના જુદા-જુદા ડેમના જળસંગ્રહમાં વધારો, 34 જળાશયો થયા ઓવરફ્લો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 22, 2023 | 1:31 PM

સૌરાષ્ટ્રના ડેમમાં એક જ મહિનામાં જળસંગ્રહમાં વધારો થયો છે. એક મહિનામાં જળસંગ્રહ 19% થી વધીને 73% થયો છે. જળાશયોમાં 66000 MCFTથી વધુ પાણીનો સંગ્રહ છે. સૌરાષ્ટ્રના 34 જળાશયો ઓવરફ્લો થયા છે, જ્યારે રાજ્યના કુલ 44 ડેમ ઓવરફ્લો થયા છે.

સૌરાષ્ટ્રના (Saurashtra) ડેમમાં એક જ મહિનામાં જળસંગ્રહમાં વધારો થયો છે. એક મહિનામાં જળસંગ્રહ 19% થી વધીને 73% થયો છે. જળાશયોમાં 66000 MCFTથી વધુ પાણીનો સંગ્રહ છે. સૌરાષ્ટ્રના 34 જળાશયો ઓવરફ્લો (Overflow) થયા છે, જ્યારે રાજ્યના કુલ 44 ડેમ ઓવરફ્લો થયા છે.

જળાશયોમાં જળસંગ્રહ

ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 63.12 ટકા જથ્થો

મધ્ય ગુજરાતના 17 ડેમમાં 37.73 ટકા જથ્થો

દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 48.34 ટકા જથ્થો

કચ્છના 20 ડેમમાં 65.27 ટકા પાણીનો જથ્થો

સૌરાષ્ટ્રના 141 ડેમમાંથી 74.96 ટકા પાણીનો જથ્થો

સરદાર સરોવર ડેમમાં 66.92 ટકા જળસંગ્રહ

આ પણ વાંચો : Navsari: નવસારીમાં ધોધમાર વરસાદ, ખેરગામમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

હાઈએલર્ટ પર ડેમ

ભાવનગરનો શેત્રુંજી ડેમ અને રંઘોળા ડેમ

સુરેન્દ્રનગરનો મોરસલ ડેમ અને વંસલ ડેમ

અમરેલીનો કોળિયાર ડેમ અને ધાતરવાડી ડેમ

ગીરસોમનાથનો મચ્છુંદ્રી ડેમ

જૂનાગઢના ઉબેણ

પોરબંદરનો અમીપુર ડેમ

રાજકોટનો ભાદર ડેમ અને મોજ ડેમ

જામનગરનો ફુલઝર-1 અને ઉંડ-3 ડેમ

નવસારીનો કેલિયા ડેમ

તાપીનો ડોલવાડા ડેમ

દાહોદનો ઉમેરિયા ડેમ

રાજકોટના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો