Gujarati Video : સુરતમાં બાળકોમાં વાયરલ ઈન્ફેકશનના કેસમાં વધારો, નવી સિવિલ હોસ્પિટલમાં વધી દર્દીઓની સંખ્યા, જુઓ Video

|

Feb 27, 2023 | 12:17 PM

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ શરદી, ઉધરસ, તાવ, શરીરના દુખાવાની ફરિયાદ સાથે સારવાર માટે આવી રહ્યાં છે. જેમાં ગંભીર હાલતમાં આવતા દર્દીઓને વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.

હવામાનમાં ફેરફારને કારણે સુરતમાં વાયરલ ફીવરના દર્દીઓમાં ઝડપથી વધારો થયો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ શરદી, ઉધરસ, તાવ, શરીરના દુખાવાની ફરિયાદ સાથે સારવાર માટે આવી રહ્યાં છે. જેમાં ગંભીર હાલતમાં આવતા દર્દીઓને વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. સૌથી વધુ બાળકોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ જોવા મળી રહ્યાં છે. હવામાનમાં સતત ફેરફારને કારણે વાયરલ ઈન્ફેક્શન ફેલાઈ રહ્યું છે.

આ પણ વાંચો : Breaking News : સુરત કામરેજના અંત્રોલી નજીક અકસ્માતમાં 4 લોકોના મોત, અન્ય એક ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો

તો બીજી તરફ જામનગરની સર જી.જી હોસ્પિટલમાં હાલમાં બાળ દર્દીઓનું પ્રમાણ વધી ગયું હતું. હાલમાં શરદી અને તાવ સાથે ઓરીના કેસમાં પણ વધારો થયો હતો અને તે સમયે ઓરીના એકસાથે 12 બાળ દર્દીઓ સારવાર હેઠળ હતા. જેથી ઓરી દર્દીઓ માટે 15 બેડનો ખાસ વોર્ડ કાર્યરત કરાયો હતો.

આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો

નોંધનીય છે કે સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલના બાળકોના વોર્ડમાં 140 બેડ છે અને 300 બાળ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ હતા અને બાળકોના વોર્ડમાં ખાટલા ખૂટી પડતા એક બેડમાં એકથી વધુ બાળકોને સારવાર આપવામાં આવી હતી.

Next Article