Ahmedabad: સતત ત્રણ દિવસથી બિલ્ડર ગ્રુપ બી-સફલ પર IT ની તવાઇ, જાણો કેટલા કરોડની કરચોરીની આશંકા!
ત્રણ દિવસ અગાઉ એટલે કે 28 સપ્ટેમ્બરના રોજ શહેરના નામાંકિત બિલ્ડર ગ્રુપને ત્યાં IT વિભાગ દ્વારા દરોડા (IT raids) પાડવામાં આવ્યાં હતા. જે હજુ પણ ચાલુ છે.
અમદાવાદના નામી બિલ્ડર ગ્રુપ બી-સફલ પર ઇન્કટેક્ષના દરોડા હજુ યથાવત છે. બિલ્ડર ગ્રુપ પર પડેલા ઇન્કમટેક્ષના દરોડા હજુ આઠ સ્થળો પર ચાલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગ્રુપના પ્રમોટર રાજેશ, રૂપેશ તથા લેન્ડ બ્રોકર પ્રવિણ બારડીયાને ત્યા સર્ચ ચાલી રહ્યું છે. સતત ત્રીજા દિવસે સર્ચ દરમિયાન 15 જેટલા લોકરો મળી આવ્યા હોવાની માહિતી મળી છે. એટલું જ નહીં 100 કરોડથી વધુની કરચોરીની થયાની આવકવેરા વિભાગને આશંકા છે.
તમને જણાવી દઈએ કે ત્રણ દિવસ અગાઉ એટલે કે 28 સપ્ટેમ્બરના રોજ શહેરના નામાંકિત બિલ્ડર ગ્રુપને ત્યાં IT વિભાગ દ્વારા દરોડા (IT raids) પાડવામાં આવ્યાં હતા. બી-સફલને (B Safal) ત્યાં આઇટી વિભાગ દ્વારા તવાઇ બોલાવવામાં આવી હતી. જેને લઈને હજુ સર્ચ ચાલી રહ્યું છે. આ સિવાય નામાંકિત બ્રોકરનું પણ નામ આ દરોડામાં હતું. તેમની દરેક જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે ત્યારે શહેરમાં કુલ 22 જગ્યાએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેની પ્રોસેસના ભાગ રુઓએ હાલ 8 સ્થળોએ શોધખોળ ચાલી રહી છે. આવકવેરા વિભાગની મોટી કરચોરી થયાની આશંકા છે.
આ પણ વાંચો: Ahmedabad: પ્રાથમિક શાળાના બાળકોના જીવ સાથે રમત? પ્લાસ્ટિકના ચોખાનું વિતરણ કર્યાનો ગંભીર આરોપ, જુઓ વિડીયો
આ પણ વાંચો: JUNAGADH : ઓઝત નદીનું ઘેડ પંથકમાં રૌદ્ર સ્વરૂપ, જુઓ જળબંબાકારના ભયાવહ આકાશી દ્રશ્યો
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
