વીડિયો: કેબલના ધંધા સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર ITના દરોડા, અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ સહિત 40 સ્થળે કાર્યવાહી
વહેલી સવારે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઇન્કમટેક્સ વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. કાબેલ ગ્રુપના ચેરમેન રમેશ કાબરાને ત્યાં આઇટી વિભાગે તપાસ કરી. આ ઉપરાંત કંપનીના તમામ ડાયરેક્ટરો, ડિસ્ટ્રિબ્યુટર અને તેમના પરિવારજનોના નિવાસસ્થાને પણ દરોડા પાડી તપાસ કરવામાં આવી રહી છે.
રાજ્યમાં ફરી એક વખત ઇન્કમટેક્સ વિભાગે મોટા પાયે દરોડા પાડ્યા છે. વાયરના વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા કાબેલ ગ્રુપના વિવિધ સ્થળોએ ઇન્કમટેક્સ વિભાગની ટીમો ત્રાટકી છે. ITની ટીમોએ અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઇ અને સેલવાસ સહિત 40 જેટલા સ્થળોએ દરોડા પાડ્યા છે.
વહેલી સવારે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઇન્કમટેક્સ વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. કાબેલ ગ્રુપના ચેરમેન રમેશ કાબરાને ત્યાં આઇટી વિભાગે તપાસ કરી. આ ઉપરાંત કંપનીના તમામ ડાયરેક્ટરો, ડિસ્ટ્રિબ્યુટર અને તેમના પરિવારજનોના નિવાસસ્થાને પણ દરોડા પાડી તપાસ કરવામાં આવી રહી છે. આઇટીના દરોડા દરમિયાન મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે.
કાબેલ ગ્રુપના વિવિધ સ્થળો પર તપાસ
બીજી તરફ વડોદરામાં પણ આર.આર. કાબેલ ગ્રુપના વિવિધ સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા. વડોદરાના વાઘોડિયા અને સેલવાસ સ્થિત પ્રોડક્શન યુનિટ ધરાવતી કંપનીના સંચાલકોના નિવાસસ્થાને તપાસ હાથ ધરાઇ છે. ઉપરાંત કંપનીની મુંબઈ સ્થિત હેડ ઓફિસ, વડોદરા એલેમ્બિક કેમ્પસમાં આવેલી ઓફિસ સહિત 20 જેટલા સ્થળોએ આઇટીની ટીમ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું.
આ પણ વાંચો-ભરૂચ : પહેલા પૂર અને હવે માવઠાએ ખેડૂતોને પડતાં પર પાટુ માર્યું, જુઓ ખેતીમાં નુકસાનના આકાશી દ્રશ્યો
દરોડા દરમિયાન આવકવેરાના અધિકારીઓની ટીમો કેબલના વ્યવસાયમાં થતી ગેરરીતિઓની તપાસ કરી રહી છે. સાથે જ ખરીદ વેચાણના જરૂરી દસ્તાવેજો, કોમ્પ્યુટરમાં રાખેલા હિસાબો વિગેરેની માહિતી મેળવી રહ્યા છે.
