Gujarati Video : સુરતના સચિન વિસ્તારોમાં ચોરીના આરોપમાં બાળકીને આપ્યા ડામ, આરોપીઓ બાળકો પાસે ગાંજાના પેકિંગ કરાવતા હોવાનો આક્ષેપ

| Edited By: | Updated on: Jun 09, 2023 | 8:39 AM

સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારની જયાં શ્રમિક પરિવારની છ વર્ષની દીકરીને ડામ આપવામાં આવ્યા છે. પાડોશમાં રહેતા સાહિલ નામના શખ્સે માસૂમ પર મોબાઈલ ચોરીનો આરોપ મુકયો છે. અને બાળકીને સેન્ડવીચ ગરમ કરવાના મશીનથી ડામ આપ્યા હતા.

Surat : ચોરીના આરોપસર માસૂમને ડામ આપવાની ઘટના સુરતમાંથી સામે આવી છે. જયાં 6 વર્ષની દીકરીને ગાંજો ચોરી ગઈ હોવાનું કહીં ગાંજાનું વેચાણ કરનારા શખ્સે ડામ આપ્યા છે. વાત છે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારની જયાં શ્રમિક પરિવારની છ વર્ષની દીકરીને ડામ આપવામાં આવ્યા છે. પાડોશમાં રહેતા સાહિલ નામના શખ્સે માસૂમ પર મોબાઈલ ચોરીનો આરોપ મુકયો છે. અને બાળકીને સેન્ડવીચ ગરમ કરવાના મશીનથી ડામ આપ્યા હતા.

આ પણ વાંચો : સુરતના ગુમ પોલીસ કોન્સ્ટેબલની પત્નીની મદદ માટે અપીલ, ગાંધીનગર જઈ મુખ્યપ્રધાનને કરી રજૂઆત

બાળકી હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપી સાહિલની પત્ની અને તેની માતાએ બાળકીને ઘરે પૂછપરછ માટે બોલાવી ડામ આપ્યા હોવાનો માતાનો આરોપ છે. બાળકીની માતાએ ત્રણેય લોકો વિરૂદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે 3 આરોપીની અટકાયત કરી હતી.

બાળકો પાસે ગાંજાના પેકિંગ કરાવતા હોવાનો પણ આક્ષેપ

બાળકીના માતાનું કહેવું છે કે, દંપતી ગાંજા અને દારૂનું વેચાણ કરે છે. અમે 6 મહિનાથી અહીંયા રહેવા આવ્યા છે. વારંવાર અમારી સાથે ઝઘડા કરે છે. પોલીસને ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરી હોવાનો માતાએ આરોપ લગાવ્યો હતો. સચિન જીઆઈડીસી સ્લમ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં એક શ્રમિક પરિવાર તેના ત્રણ સંતાનો સાથે રહે છે. આરોપી સાહિલ અને તેની પત્ની ખુશી અવારનવાર શ્રમિક પરિવારના બાળકો પાસે ગાંજાના પેકિંગ કરાવતા હોવાનો પણ આક્ષેપ છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો