Rajkot Video : રાજકોટની ખાનગી શાળાઓમાં હવે બાળકો સાથે વાલીઓને પણ રહેવુ પડશે શિસ્તમાં, નાઈટડ્રેસ, ટૂંકા વસ્ત્રોમાં શાળા કેમ્પસમાં નહી મળે પ્રવેશ

|

Aug 29, 2023 | 11:54 AM

રાજકોટની ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓએ તો નિયમ અને શિસ્તમાં રહેવું જ પડે છે. પરંતુ હવે વિદ્યાર્થીઓની સાથે-સાથે વાલીઓએ પણ નિયમો પાળવા પડશે. વાલીઓ નાઈટ ડ્રેસ, ગાઉન, કેપરી સહિતના ટૂંકા વસ્ત્રો સાથે શાળામાં પ્રવેશ નહીં કરી શકે.

Rajkot : રાજકોટની ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓએ તો નિયમ અને શિસ્તમાં રહેવું જ પડે છે. પરંતુ હવે વિદ્યાર્થીઓની સાથે-સાથે વાલીઓએ પણ નિયમો પાળવા પડશે. વાલીઓ નાઈટ ડ્રેસ, ગાઉન, કેપરી સહિતના ટૂંકા વસ્ત્રો સાથે શાળામાં પ્રવેશ નહીં કરી શકે. આગામી સમયમાં વાલીઓ માટેનો આ નિર્ણય રાજકોટ શહેરની તમામ શાળાઓમાં લાગુ કરાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વાલીઓને એક માર્ગદર્શિકા આપશે. અને તે પ્રમાણે વાલીઓએ અનુસરવાનું રહેશે.

આ પણ વાંચો : Rajkot:  જન્માષ્ટમીના લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ, પ્રથમવાર મેળામાં કંટ્રોલરૂમના કર્મચારીઓને અપાશે વોકીટોકી સેટ

આ નિર્ણય શાળાઓમાં શિસ્ત અને ગરીમાપૂર્ણ વાતાવરણ જળવાય તે માટે લેવાયો છે. બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે લેવાયો છે. સંચાલક મંડળ પ્રમાણે, રાજકોટની મોટા ભાગની શાળાઓમાં વાલીઓ જ્યારે બાળકોને વહેલી સવારે શાળાએ મૂકવા જાય છે અથવા સવારના સમયે વાલી-મીટિંગમાં જાય છે ત્યારે કોઈ નાઈટડ્રેસમાં હોય છે.

બાળકોમાં સારા સંસ્કારોના સિંચન માટે નિયમો

તો કોઈ ચડ્ડા કે કેપ્રી પહેરીને શાળા કેમ્પસમાં આવતાં હોય છે. વાલીઓની આવી ટેવને ગંભીરતાથી લઈ તેમને ટકોર કરાઈ છે કે હવેથી બાળકોને લેવા-મૂકવા કે વાલીમીટિંગમાં નાઈટડ્રેસ કે ટૂંકાં કપડાં પહેરીને ન આવવું. જો કોઈ વાલી આ પ્રકારના શિસ્તભંગ કરતાં કપડાં પહેરીને સ્કૂલ કેમ્પસમાં આવશે તો તેમને ગેટ પર જ અટકાવી દેવામાં આવશે. સ્કૂલની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે.

શાળા-સંચાલકો પ્રમાણે, શાળા એ વિદ્યાનું ધામ છે, વિદ્યાનું મંદિર છે જ્યાં નાઇટડ્રેસ અને ચડ્ડા પહેરીને ન આવી શકાય. બાળક શિસ્ત અને સારા સંસ્કાર શાળામાંથી જ મેળવે છે. જેથી બાળકો પર પણ તેની અસર પડતી હોય છે. શાળા સંચાલકો પ્રમાણે, વાલીઓ કોઈના ઘરે જાય અથવા બહાર ફરવા જાય ત્યારે ઔચિત્ય જળવાય તેવા કપડા પહેરે છે. તે જ પ્રમાણે શાળામાં પણ શિસ્ત જળવાય તે જરૂરી છે. મહત્વનું છે કે ગઈકાલે મળેલી રાજકોટ સ્વનિર્ભર શાળા-સંચાલક મંડળની કારોબારીમાં ચર્ચા કરાઈ હતી કે- તમામ શાળાઓમાં આ પ્રકારની શિસ્ત કેળવાય તે જરૂરી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video