ગુજરાતના 35 IAS-IPS અધિકારીઓને 5 રાજ્યમાં ચૂંટણીની જવાબદારી સોંપાઇ

|

Jan 18, 2022 | 1:11 PM

જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તેમાંથી કોઇ એક રાજ્યમાં એક IAS કે IPS અધિકારીને ચૂંટણી નિરીક્ષણનું કામ કરવાનું રહેશે. હવેથી 1 મહિના કરતા વધુ સમય ગુજરાતના 35 અધિકારીઓ ચૂંટણી વાળા પાંચ રાજ્યોમાં જવાબદારી નિભાવશે.

નજીકના સમયમાં જ ભારતના પાંચ રાજ્યોની ચૂંટણી (Five state elections) યોજાવાની છે. ત્યારે ગુજરાતના 35 IAS-IPS અધિકારીઓને ચૂંટણીમાં ઓબ્ઝર્વર (Observer in the election) તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતના આ 35 IAS-IPS અધિકારીઓ અલગ અલગ વિધાનસભા ક્ષેત્રોની ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે જવાબદારી નિભાવશે.

ઉતરપ્રદેશ, પંજાબ, ઉતરાખંડ, ગોવા તથા મણીપુરમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે તેમાંથી કોઇ એક રાજ્યમાં એક IAS કે IPS અધિકારીને ચૂંટણી નિરીક્ષણનું કામ કરવાનું રહેશે. હવેથી 1 મહિના કરતા વધુ સમય ગુજરાતના 35 અધિકારીઓ ચૂંટણી વાળા પાંચ રાજ્યોમાં જવાબદારી નિભાવશે.

આટલા IAS અધિકારીઓને જવાબદારી

IAS અધિકારીઓમાં રાજેશ મંજુ,એસ કે મોદી, પી સ્વરૂપ, કે.એન.શાહ, ડી ડી જાડેજા, દિલીપ રાણા, રતન કવર ગઢવીચારણ, વિશાલ ગુપ્તા, પ્રભાવ જોશી, શાહમીના હુસૈન, ધનંજય દ્વિવેદી, એમ થેંનારસન, રાહુલ ગુપ્તા, અજય પ્રકાશ, કે રાજેશ, પ્રવીણ ચૌધરી, ડી એન મોદી, ડી એચ શાહ, આશિષકુમાર, અશ્વિનીકુમાર, મોહમ્મદ શાહીદ, આલોક પાંડે, એસ મુરલી ક્રિષ્ના, કિરણ ઝવેરી, આર કે મહેતાને આ જવાદારી સોંપવામાં આવી છે.

આટલા IPS અધિકારીઓને જવાબદારી

તો IPS અધિકારીઓમાં ખુરશીદ અહેમદ, પ્રફુલ્લા રોશન, અનિલ પ્રથમ, અમિત વિશ્વકર્મા, અજય ચૌધરી, વી ઝમીર, અર્ચના શિવહરે, ટી એસ બીષ્ટ, આર બી બ્રહ્મભટ્ટ, રાજુ ભાર્ગવનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ

પાટીદારોના સંગઠન SPGમાં પડ્યા ભાગલા, નારાજ હોદ્દેદારોએ નવી સમિતિ રચી, જાણો શું છે સમગ્ર વિવાદ

આ પણ વાંચોઃ

Kutch: નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફૂટ પાણીના ઉપયોગ માટે ફેઝ-1ના કામો મંજૂર ,6 તાલુકાના 77 ગામોને થશે ફાયદો

Next Video