Mahisagar : લુણાવાડામાં ગંદકીનું સામ્રાજ્ય, રસ્તા પર કચરાના ઢગલાથી સ્થાનિકો પરેશાન, જુઓ Video

|

Oct 11, 2023 | 8:12 PM

લુણાવાડામાં રસ્તા પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. કચરો પણ ઠેર-ઠેર પડ્યો છે. દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. આસપાસના સ્થાનિકો અને દુકાનદારો પણ કંટાળી ગયા છે. લોકોએ ગંદા પાણી અને કચરા વચ્ચેથી પસાર થવું પડે છે. તો લોકોને રોગચાળો ફેલાવાનો પણ ભય છે.

Mahisagar : જ્યારે એક તરફ દેશમાં સ્વચ્છતા જાળવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે. તેવામાં મહીસાગરના લુણાવાડામાં કચરાના ઢગલા અને ઠેર-ઠેર રસ્તા પર વહેતા ગટરના પાણી જોવા મળી રહ્યા છે. દુર્ગંધ મારતા પાણી વચ્ચેથી લોકોએ પસાર થવું પડે છે. કચરાના ઢગ વચ્ચે જીવવું પડી રહ્યું છે, પરંતુ પાલિકા દ્વારા કોઇ પણ સફાઇ કામગીરી ન કરવામાં આવી રહી હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે.

આ પણ વાંચો Mahisagar Video: બેંક મેનેજર લૂંટ વિથ હત્યાના કેસમાં પોલીસે આરોપી હર્ષિલ પટેલને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું

લુણાવાડા નગરપાલિકાના ટેલિફોન એક્સચેન્જ પાસે ડસ્ટબિન તો ધૂળ ખાઇ રહ્યા છે અને કચરો રસ્તાની બાજુમાં જેમનો તેમ જ પડ્યો છે. આ વિસ્તારમાં સાંસદની કચેરી અને નિવાસસ્થાન છે, છતાં વિસ્તારની આવી હાલત છે. લોકો ગમે ત્યાં કચરો ફેંકે છે. જો કે, પાલિકા દ્વારા તેની કોઇ પણ સફાઇ નથી કરવામાં આવી રહી. ત્યારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

બ્રાન્ચ શાળા નંબર 5 વિસ્તારમાં પણ આવી જ હાલત છે. રસ્તા પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. કચરો પણ ઠેર-ઠેર પડ્યો છે. દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. આસપાસના સ્થાનિકો અને દુકાનદારો પણ કંટાળી ગયા છે. લોકોએ ગંદા પાણી અને કચરા વચ્ચેથી પસાર થવું પડે છે. તો લોકોને રોગચાળો ફેલાવાનો પણ ભય છે, છતાં પાલિકાના કોઇ પણ અધિકારી સફાઇ કરવા તૈયાર નથી. આ વિસ્તારમાં સફાઇની કામગીરી કરાય તેવી સ્થાનિકોની માગ છે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video