ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવાયેલા મકાનોમાં સુવિધાનો સદંતર અભાવ, લાઈટ, પાણી, ગટરની પણ નથી વ્યવસ્થા- Video

|

Sep 26, 2024 | 7:42 PM

ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને મકાન તો ફાળવાયા પરંતુ પાયાની કહી શકાય તેવી લાઈટ, પાણી, વીજળી ગટર સહિતની સુવિધાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છએ. જે મકાનો ફાળવાયા તે પણ સારી સ્થિતિમાં નથી, અંદરથી જર્જરીત હાલતમાં છે.

ભાવનગર એયરપોર્ટ રોડ નજીક કરોડોના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બંધાયા અને થોડા સમય પૂર્વે જ પરિવારોને તેમના મકાનોનો કબજો સોંપાયો. પરંતુ અંદરથી મકાનોની હાલત સાવ જૂના અને જર્જરિત મકાનો જેવી છે. લાભાર્થીઓના જણાવ્યા અનુસાર લાઈટ, પાણી અને ગટરની સ્થિતિ પણ ખરાબ છે. કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો સામાન વપરાતા બાથરૂમની લાઈનો લીકેજ થઈ રહી છે. દીવાલો પર અત્યારથી ભેજ આવવા લાગ્યો છે. એટલું જ નહીં ઇલેક્ટ્રિકનો સામાન પણ નબળી ગુણવત્તાનો વપરાયો છે અને યોગ્ય રીતે ફિટિંગ પણ ન કરાયું હોવાનું રહીશોએ જણાવ્યું. મોટી ગટરની લાઈન બ્લોકેજ થતા ગટર ઉભરાઈ રહી છે. હવે અત્યારથી જ મકાનોની આ હાલત છે તો આગામી સમયમાં શું થશે?

આ માત્ર એક કે બે મકાનોની સમસ્યા નથી પરંતુ તમામ મકાનોની સ્થિતિ ખરાબ છે. આવાસમાં રહેતા લોકો મોટી સંખ્યામાં મહાનગરપાલિકામાં એકઠા થયા. અને કમિશનરે આપ્યું આવેદન પત્ર.. લાભાર્થીઓનની એક જ માગ.. આવાસનું જે પણ એજન્સીએ બાંધકામ કર્યું હોય તે એજન્સી આ સ્થિતિ માટે જવાબદાર છે. જેથી તેને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવી અને જ્યાં સુધી એજન્સી આવાસનું કામ સંતોષકારક ન કરે ત્યાં સુધી એજેન્સીને નાણા ન ચૂકવવાની માગ કરાઈ છે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

Published On - 7:42 pm, Thu, 26 September 24

Next Video