સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર, જુઓ
ગરમીનો પારો સાબરકાંઠા જિલ્લામાં પણ 43 ડિગ્રીને પાર હોવાને લઈ લોકો કાળઝાળ ગરમીથી પરેશાન જોવા મળી રહ્યા છે. સાબરકાંઠાના ઈડર, હિંમતનગર અને અરવલ્લીના મોડાસામાં પણ ગરમીનો પારો ઉંચો જોવા મળ્યો છે. કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન બન્યા છે અને ઠંડાપીણા તથા વધુ પાણી પીવાના સહારે રહેતા જોવા મળે છે.
ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ ઉંચો ચડ્યો છે. ગરમીનો પારો સાબરકાંઠા જિલ્લામાં પણ 43 ડિગ્રીને પાર હોવાને લઈ લોકો કાળઝાળ ગરમીથી પરેશાન જોવા મળી રહ્યા છે. સાબરકાંઠાના ઈડર, હિંમતનગર અને અરવલ્લીના મોડાસામાં પણ ગરમીનો પારો ઉંચો જોવા મળ્યો છે.
બપોર થતા જ સામાન્ય દિવસોમાં ભરચક જોવા મળતા બજાર અને મુખ્ય રસ્તાઓ પરનો ટ્રાફિક સૂમસામ જોવા મળતો હોય છે. બપોર થતા જ રસ્તાઓ પર કરફ્યુ જેવો માહોલ જોવા મળતો હોય છે. કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન બન્યા છે અને ઠંડાપીણા તથા વધુ પાણી પીવાના સહારે રહેતા જોવા મળે છે.
આ પણ વાંચો: લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ
