સૌરાષ્ટ્ર કચ્છમાં પાંચ દિવસ, જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં ચાર દિવસ રહેશે વરસાદી વાતાવરણ, જુઓ Video
હવામાન વિભાગે અરબી સમુદ્રમાં બનેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, આ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હવામાનમાં મોટો પલટો જોવા મળશે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ‘ઓરેન્જ એલર્ટ’ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં પણ આજે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડશે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ્યારે અન્ય ભાગોમાં ચાર દિવસ વરસાદી માહોલ રહેશે.
વરસાદના કારણે રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. સાવચેતીના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
પ્રદીપ શર્માએ (વૈજ્ઞાનિક, હવામાન વિભાગ) જણાવ્યુંં કે “અરબ સાગરમાં ડિપ્રેશન બન્યું છે. આનાથી વરસાદનું પ્રમાણ વધશે અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં, આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.”
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો