ફ્રાન્સથી 21 પરત ઘરે પહોંચ્યા, અન્ય ગુજરાતી મુસાફરો ક્યાં ગયા? સંપર્ક નહીં થતા આશંકાઓ

|

Dec 27, 2023 | 7:29 PM

ભારતીય મુસાફરો ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચવા માટે વાયા દુબઈ રવાના થયા હતા. આ દરમિયાન પ્લેન ફ્રાસના વેટ્રી એરપોર્ટ પર ઈંધણ માટે ઉતરાણ કરતા તેને રોકી લેવામાં આવ્યું હતું અને માનવ તસ્કરીની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે આશંકા સાબિત નહીં થતા 276 મુસાફરો ભારત પરત ફર્યા હતા. જેમાંથી 21 ગુજરાતી મુસાફર ઘરે પરત પહોંચ્યા છે.

ગુજરાતી 21 મુસાફરો પરત ઘરે પહોંચતા એક રીતે મોટી રાહત પરિવારજનોને થઈ છે. પરંતુ બીજી તરફ હવે સીઆઈડી ક્રાઈમ દ્વારા રજેરજની વિગતો તેમની મુસાફરી અને તેમના ઈરાદા સહિતની મેળવવામાં આવી રહી છે. સીઆઈડી દ્વારા 6 એજન્ટોની ઓળખ થતા તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

જોકે અત્યાર સુધીમાં 21 મુસાફરો પરત ફર્યા છે, પરંતુ આશંકા 90 ગુજરાતી મુસાફરોની છે. જેને લઈ અન્ય મુસાફરોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે, જેમાં તેઓનો સંપર્ક નહીં થતો હોવાની વિગતનો લઈ હવે આશંકા સર્જાઈ છે કે, આ મુસાફરો ભૂગર્ભમાં ઉતર્યા કે પછી પૂછપરછની કાર્યવાહી હેઠળ છે. મુંબઈ ઉતર્યા બાદ તમામ મુસાફરોને લઈ કોઈ જ સત્તાવાર ખુલાસાઓ સામે આવ્યા નથી. આમ હવે પ્લેનમાં ગુજરાતીઓની સંખ્યા સંપૂર્ણ રીતે કેટલી હતી એ અંગેની વિગતો મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ  ઉત્તર ગુજરાતમાં ધાડ, લૂંટ અને ચોરીઓ આચરતી બિજુડા ગેંગ ઝડપાઈ, સાબરકાંઠા LCBને મળી મોટી સફળતા

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:02 pm, Wed, 27 December 23

Next Video