Jamnagar Video : ગુનેગારો વિરૂદ્ધ CM ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કડક કાર્યવાહી થશે – હર્ષ સંઘવી

|

Mar 08, 2024 | 1:32 PM

જામનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાયચાબંધુઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. જેના પગલે હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે સરકારી જમીન પર ગુનેગારોએ કરેલું દબાણ દૂર કરવામાં આવશે.

જામનગરમાં ભૂમાફિયાના ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. સયચા બંધુઓએ કરેલા દબાણો પર દબાણ હટાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ સરકારી જમીન પર તાણી બંધાયેલા બંગલાઓને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તંત્રએ બુલડોઝર ફેરવીને એક હજાર વાર જમીન દબાણ મુક્ત કરાવી છે.

જામનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાયચાબંધુઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. જેના પગલે હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે સરકારી જમીન પર ગુનેગારોએ કરેલું દબાણ દૂર કરવામાં આવશે. “રાજ્યના કોઇપણ ખૂણે ગેરકાયદે બાંધકામ નહીં ચલાવી લેવાય” તેમજ “સરકારી જમીન પર દબાણ દૂર કરવાની જવાબદારી સરકારની છે” આ ઉપરાંત જણાવ્યુ છે કે “ગુનેગારો વિરૂદ્ધ CM ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કડક કાર્યવાહી થશે”

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video