અમદાવાદના(Ahmedabad)દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર જમના વેગડા(Jamna Vegda)ફરી એક વિવાદમાં સપડાયા છે. કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા જમના વેગડા ગેરકાયદે બાંધકામ(Illegal Construction)મુદ્દે વિવાદમાં આવ્યા છે. તેમણે મણિનગર સ્થિત પોતાના નિવાસસ્થાને જ જમના વેગડાએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. તેમણે નિવાસસ્થાનની માર્જિનની જગ્યામાં 3 દુકાનોનું કોમર્શિયલ બાંધકામ પુરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. તેમજ મોટાભાગનું બાંધકામ પૂર્ણ પણ કરી દેવાયું છે. જે મામલે એએમસી દ્વારા તાત્કાલિક બાંધકામ રોકવા પ્રથમ નોટિસ અપાઈ છે. દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે જમના વેગડા નોટિસ ન સ્વીકારતા તંત્રએ ઘરે મનાઈ હુકમ ચોંટાડ્યો પરંતુ ચોંટાડેલી નોટિસ પણ બાંધકામ પરથી દુર કરી દેવાઈ છે.
કથિત કાળા જાદુના વિવાદ બાદ જમના વેગડા વધુ એક વિવાદમાં આવ્યા છે. ત્યારે AMC દ્વારા આગામી સમયમાં કારણદર્શક નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જમના વેગડા પર આરોપ હતો કે તેમણે ધાનેરાની મહિલાને તાંત્રિક વિધિ માટે વાત કરી હતી. તેમજ કોંગ્રેસના જ 2 નેતાને ખતમ કરવા જણાવ્યું હતું. જે મામલે તાંત્રિક હમિદા સૈયદે પણ જમના વેગડા સાથે વાતચીતનો સ્વીકાર કરતા આખરે કોંગ્રેસે શિક્ષાત્મક પગલા લીધા છે.
જમના વેગડા પર અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરાવવાનો આરોપ છે. ત્યારે કોંગ્રેસના સત્તાધીશો દ્વારા પણ જણાવાયું હતું કે આરોપ સાબિત થશે તો શિક્ષાત્મક પગલા લેવાશે અને આખરે આ મામલે કોંગ્રેસના કાઉન્સીલર જમના વેગડા વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો : Ahmedabad: પાર્ક વાહનમાંથી ચોરી કરતી ટોળકી સક્રિય, ઓઢવના વેપારીના રુ. 6 લાખ લઇ ચોર ફરાર
Published On - 5:17 pm, Sat, 5 February 22