Ahmedabad: ગેરકાયદે ધમધમતી ફટાક્ડા ફેક્ટરીને 9 લોકોના મોત બાદ કરાઈ જમીનદોસ્ત, ફેરવી દેવાયુ બુલડોઝર

| Edited By: | Updated on: Jul 19, 2026 | 9:40 PM

અમદાવાદમાં વસ્ત્રાલ ગામની સીમમાં ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં શનિવારે ભયાનક વિસ્ફોટ થતા 9 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે. આ દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યુ છે અને ફેક્ટરી પર બુલડોઝર ફેરવી તેને જમીનદોસ્ત કરવામાં આવી છે.

અમદાવાદ ના રામોલ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ ગામની સીમમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં થયેલા જીવલેણ બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા છે. જેમા 3 બાળકો, 4 મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે.

મહેમુદપુરા ખાતે ફટાકડા ઉત્પાદન અને પ્રોસેસિંગ માટે ઉપયોગમાં લેવાતા ખુલ્લા પ્લોટ અને શેડમાં શનિવારે બપોરે ભયાનક બ્લાસ્ટ થયો અને આગ લાગવાની ઘટના બની હતી જેમાં ઘટના સ્થળે જ 7 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. જ્યારે 2 લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે.

આ ભયાનક દુર્ઘટનાના 24 કલાકમાં તંત્ર હરકતમાં આવ્યુ છે અને ગેરકાયદે ધમધમતી ફેક્ટરીનું ડિમોલિશન કરવામાં આવ્યુ છે. JCB સહિતના મશીનો સાથે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. AMC સાથે સંકલન કરી ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે. આગામી સમયમાં અન્ય ફેક્ટરીની પણ તપાસ કરવામાં આવશે અને લાઈસન્સ વિના ધમધમતી આવી ગેરકાયદે ફેક્ટરી સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ AMC સાથે સંકલન કરી ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે અને
આગામી સમયમાં અન્ય ફેક્ટરીઓની પણ કરાશે તપાસ

ઉલ્લેખનિય છે કે ફેક્ટરી માલિક મેહુલ ડોડિયા અને તેના માતા રમીલા ડોડિયા તંત્રની આંખમાં ધૂળ નાખી આ ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી. ફેક્ટરી માલિકે ગણેશ વિસર્જનના ઓર્ડર પુરા કરવા અને વધુ રૂપિયા કમાવાની લ્હાયમાં નિર્દોષ શ્રમિકોના જીવની પણ પરવા ન કરી. તંત્રના આંખ આડા કાન નીચે અને રહેમનજર હેઠળ આ ફેક્ટરી કોઈ જ સુરક્ષા વગર કે સેફ્ટી સાધનો વિના કેનાલના કિનારે ખુલ્લા મેદાનમાં પતરાના શેડ નીચે ધમધમી રહી હતી. આ ફેક્ટરી અંગે તંત્રના કોઈ અધિકારીને જાણ ન હોય તે ગળે ઉતરે તેવી વાત નથી. જો કે આ માત્ર એક ફેક્ટરી નથી. એજ વિસ્તારના 10 થી 15 કિમીના અંતરે હજુ પણ આવી અનેક ફેક્ટરી ધમધમી રહી છે. તેની સામે શું કાર્યવાહી તંત્ર કરે છે તે જોવુ રહ્યુ.

Input Credit- Ronak Varma- Ahmedabad

અમરનાથ યાત્રા શરૂ થયાના પાંચ જ દિવસમાં બાબા બર્ફાની કેમ થયા અંતર્ધાન, પ્રકૃતિએ આપેલો સંકેત આપણે ક્યારે સમજશુ?

Follow Us