ઉમેદવારી રદ થયાના 5 દિવસ બાદ સામે આવ્યા નિલેશ કુંભાણી, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ

|

Apr 26, 2024 | 6:09 PM

ઉમેદવારી રદ થયાના 120 કલાક બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. કુંભાણીએ નામ લીધા વગર કેટલાક કોંગ્રેસના નેતાઓ સામે નિશાન તાક્યું અને આરોપ લગાવ્યો કે કેમ મને ઘરે પરત ફરવા મજબૂર કરાયો, કોના ઇશારે કાર્યકરો મારા ઘરે વિરોધ કરવા ગયા હતા.

છેલ્લા થોડા સમયથી ગાયબ નિલેશ કુંભાણીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં નિલેશ કુંભાણી ખુબ મોટો દાવો કરી રહ્યા છે. હાલ ભલે કોંગ્રેસના લોકો તેમને શોધી રહ્યા હોય, પરંતુ તેમનું કહેવું છે કે તેઓ કોંગ્રેસના માવડી મંડળના સંપર્કમાં જ હતા. ફોર્મ રદ થયા બાદથી ગાયબ થઇ ગયેલા કુંભાણીએ વીડિયો જાહેર કરી ચોંકાવનારો દાવો કર્યો છે.

કુંભાણી કહ્યું છે કે, હું પીટીશન દાખલ કરવા અમદાવાદ ગયો હતો અને મોવડી મંડળના સંપર્કમાં હતો. પોતાની ઉમેદવારી રદ થયાના 120 કલાક બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. કુંભાણીનો દાવો છે કે બાબુ માંગુકીયા સહિત પક્ષની ટોચની નેતાગીરીના સીધા સંપર્કમાં હતા. કુંભાણીએ નામ લીધા વગર કેટલાક કોંગ્રેસના નેતાઓ સામે નિશાન તાક્યું અને આરોપ લગાવ્યો કે કેમ મને ઘરે પરત ફરવા મજબૂર કરાયો, કોના ઇશારે કાર્યકરો મારા ઘરે વિરોધ કરવા ગયા હતા.

તો પ્રતાપ દુધાત પર પણ નિલેશ કુંભાણીએ ગંભીર આરોપ લગાવ્યો છે, કુંભાણીનો દાવો છે કે, મોવડી મંડળના આદેશ છતાં પણ પ્રતાપ દુધાત ઉમેદવારી વખતે હાજર નહોતા રહ્યા. આરોપ એ પણ છે કે પ્રતાપ દુધાતે ફોન પણ ન ઉપાડ્યો. નિલેશ કુંભાણીનું કહેવું છે કે જો પ્રતાપ દુધાત ઉમેદવારી વખતે હાજર રહ્યા હોત તો આ સ્થિતિ ન સર્જાત.

Next Video