Breaking News : જામનગરમાં પીઝા ખાવા ગયેલા યુવકને થયો કડવો અનુભવ, વાળ અને જીવાત નીકળ્યાના આક્ષેપ, જુઓ Video

Breaking News : જામનગરમાં પીઝા ખાવા ગયેલા યુવકને થયો કડવો અનુભવ, વાળ અને જીવાત નીકળ્યાના આક્ષેપ, જુઓ Video

| Updated on: Nov 20, 2026 | 3:08 PM

જામનગરની પાપા લુઈઝ પિઝા રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પિઝામાંથી વાળ અને જીવાત મળ્યા હોવાનો કડવો અનુભવ થયો હતો. ફરિયાદ બાદ ફૂડ શાખાએ તપાસ કરતા સ્વચ્છતાની ખામીઓ જણાતા રેસ્ટોરન્ટને રૂ. 3,000નો દંડ ફટકાર્યો.

જામનગરમાં ગ્રીન સિટી સ્થિત પાપા લુઈઝ પિઝા રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકને પિઝામાંથી જીવાત અને વાળ મળ્યા હોવાનો કડવો અનુભવ થયો હતો. ગ્રાહકના જણાવ્યા અનુસાર, તેમણે આ અંગે રેસ્ટોરન્ટ સ્ટાફને ફરિયાદ કરી હતી, પરંતુ તેમને યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો. મેનેજરે તો બિલ ન લઈને સેટલમેન્ટ કરવાનો પ્રયાસ પણ કર્યો હોવાનો આક્ષેપ છે.

આ ઘટના બાદ ગ્રાહકે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખામાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે ફૂડ શાખાની ટીમે પાપા લુઈઝ પિઝાની તપાસ કરી હતી. તપાસ દરમિયાન, રેસ્ટોરન્ટમાં હાઈજેનિક બાબતોમાં ક્ષતિઓ જોવા મળી હતી. સ્વચ્છતા સંબંધિત આ ખામીઓને પગલે ફૂડ શાખા દ્વારા પાપા લુઈઝ પિઝાને રૂ. 3,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ ઘટનાએ જામનગરમાં રેસ્ટોરન્ટ્સમાં પીરસાતા ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાના ધોરણો અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે ખાદ્ય સંસ્થાઓ દ્વારા સ્વચ્છતાના નિયમોનું કડક પાલન કરવું અત્યંત આવશ્યક છે.

જામનગર: દબાણ હટાવ્યાના ગણતરીના સમયમાં જ ફરી અડિંગો, તંત્ર સામે સવાલ

Published on: Nov 20, 2026 03:06 PM
Follow Us
Loading...
Unable to load recommendations.