Surat: કાપોદ્રા BRTS રૂટમાં પડ્યો ભૂવો, કોર્પોરેશનના અધિકારીઓ થયા દોડતા, જુઓ Video

|

Aug 21, 2023 | 12:55 PM

સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં મસમોટો ભુવો પડવાની ઘટના બની છે. BRTS રૂટમાં ભુવો પડતા તંત્રની ટિમ દોડતી થઈ છે અને રૂટ બંધ કરીને કામગીરી શરૂ કરવામાં આવી છે. 

સુરતમાં ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત્ છે. સુરતમાં વધુ એક ભૂવો પડ્યો છે. વાત છે કાપોદ્રાની કે જ્યાં BRTS રૂટ પર જ ભૂવો પડ્યો. જેના કારણે બસને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. કાપોદ્રા ચાર રસ્તાથી અચર્ચના સ્કુલ તરફ જતા રસ્તા પર ભૂવો પડ્યો હતો. જો કે, માહિતી મળતા જ કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને ભૂવાના સમારકામની પ્રક્રિયા શરૂ કરી હતી.

સુરતમાં કાપોદ્રા સ્નેહ મુદ્રા આદર્શ નગર સોસાયટી પાસે BRTS રૂટમાં મસમોટો ભુવો પડ્યો હતો.  બનાવની જાણ થતાં ફાયરની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે ઝોન વિભાગમાં જાણ કરતા મનપાની ટિમ પણ ઘટના સ્થળે આવી હતી. જે બાદ BRTS રૂટ બંધ કરવામાં આવ્યો છે અને કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Breaking News: ગુજરાતની 27 સપ્તાહ ગર્ભવતી દુષ્કર્મ પીડિતાને સુપ્રીમકોર્ટે ગર્ભપાતની આપી મંજૂરી

મહત્વનું છે કે સુરતમાં હાલમાં મેઘ મહેર છે અને વરસાદ વરસી રહ્યો છે, ત્યારે  રોડમાં ભુવા પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. ભૂતકાળમાં પણ રોડમાં ભુવા પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે ત્યારે હવે કાપોદ્રા વિસ્તારમાં રોડમાં ભુવો પડ્યો. હાલ તંત્રની ટિમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરવામાં આવી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video