Panchmahal : પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ, 2 લાખથી વધુ ભક્તોએ કર્યા માતાજીના દર્શન, જુઓ Video
આઠમને લઈને પાવાગઢમાં અનેરું મહત્વ છે અને રવિવાર હોવાથી પાવાગઢમાં મહાકાળી માના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. યાત્રાળુઓને કોઈ તકલીફ કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે માટે તંત્ર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. તો યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને લઈને પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
Panchmahal : પાવાગઢમાં આસો નવરાત્રીની અષ્ટમીએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આઠમ અને રવિવારના સંયોગે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. હૈયેથી હૈયું દળાય તેવી ભીડ જોવા મળી. વહેલી સવારથી અત્યાર સુધી અંદાજીત 2 લાખ કરતા વધુ ભક્તોએ મહાકાળી માના દર્શન કર્યા છે. તો સાંજ સુધી 3 લાખ ભક્તો દર્શન કરે તેવી શક્યતા છે.
આઠમને લઈને પાવાગઢમાં અનેરું મહત્વ છે અને રવિવાર હોવાથી પાવાગઢમાં મહાકાળી માના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. યાત્રાળુઓને કોઈ તકલીફ કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે માટે તંત્ર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. તો યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને લઈને પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
Published on: Oct 22, 2023 04:50 PM
Latest Videos