Ahmedabad: હીટવેવના પગલે અમદાવાદની હોસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યા વધી, દરરોજ 250થી વધુ લોકો ગરમીથી પડે છે બીમાર

| Edited By: | Updated on: Apr 06, 2022 | 1:48 PM

હવામાન  આકરી ગરમીની આગાહી કરી છે. તેને જોતા સન સ્ટ્રોકથી બચવા માટે બિનજરૂરી ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઈએ. વૃદ્ધો, નાના બાળકો અને સગર્ભા મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ગુજરાતમાં (Gujarat) ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. જેમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો (Heat Wave) પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જેના લીધે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હીટવેવની અસર વર્તાઇ રહી છે. અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં પાછલા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. જેના કારણે ગરમી અને હીટ સ્ટ્રોકની સમસ્યાના કેસ વધી રહ્યાં છે. અમદાવાદમાં પેટમાં દુખાવો, ઝાડા-ઉલટી કે છાતીમાં દુખાવો અને ચક્કર આવીને બેભાન થઈ જવા જેવા સંખ્યાબંધ કેસ વધે છે.
અમદાવાદમાં દરરોજ 250થી વધુ લોકો ગરમીથી બીમાર બને છે. 108ને મળતા કોલમાં સૌથી વધુ પેટમાં દુખાવો અને ચક્કર આવવાના કેસ નોંધાય છે. હવામાન વિભાગે આકરી ગરમીની આગાહી કરી છે. તેને જોતા સન સ્ટ્રોકથી બચવા માટે બિનજરૂરી ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઈએ. વૃદ્ધો, નાના બાળકો અને સગર્ભા મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. લોકોને દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવા, છાશ, લીંબુ સરબત અને ORS પીવો જોઈએ. તો આકરી ગરમીમાં લોકોએ બહારનો ખોરાક ખાવાથી દૂર રહેવું જોઈએ.

રાજ્યમાં પવનની દિશા બદલાતા ગરમીમાં વધારો થયો છે. તેમજ પવનની ગતિ વધતા ગરમીમાં ઘટાડો થવાની આગાહી પણ હવામાને કરી છે. એટલું જ નહિ પણ હવામાન વિભાગે વધતી ગરમી સામે લોકોએ પોતાનું રક્ષણ કરવા સાવચેતી રાખવા સૂચન કર્યા છે. જેમાં લોકોને ઠંડા પીણા ન પીવા, બહાર ગરમીમાં ફરવું નહિ, શરીર ઠંકાય તેવા કપડાં પહેરવા સૂચન કર્યું છે.

 

આ પણ વાંચો- Surat: સચીન GIDCમાં થયેલી ગેસ લીકેજ દુર્ઘટના મામલે ત્રણ મહિના બાદ ઉચ્ચ સ્તરે તપાસ શરૂ, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની ટીમ GIDC પહોંચી

આ પણ વાંચો-Sabarkantha: પાટીલની હાજરીમાં કોંગ્રસના આગેવાનો અને પાટીદાર અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Published on: Apr 05, 2022 11:36 AM