સુરેન્દ્રનગર વીડિયો : ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર ગંભીર અકસ્માત, ચારના લોકોના ઘટના સ્થળે જ મોત
લોકોને એટલી જલદી હોય છે કે ઉતાવળના ચક્કરમાં વધારે સ્પીડે વાહનો ચલાવે છે અને અકસ્માતના ભોગ બને છે. ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર ગંભીર અકસ્માતમાં ચારના લોકોના મોત થયા છે. પણ ક્યાં કારણોસર થયો તેની માહિતી સામે આવી નથી.
ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 04 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. હરીપર ગામના પાટીયા પાસે ઈકો કાર પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ કારમાં બે મહિલા અને બે પુરૂષ બેઠા હતા. તેના ઘટના સ્થળે જ મોત થયા છે. એક પરિવારના 04 લોકોનો એક જ સાથે જીવ ગયો હતો. પરિવાર લગ્ન પ્રસંગ પતાવીને પરત આવતો હતો તે દરમિયાન આ ઘટના બની છે. મૃત લોકો છે તે ધ્રાંગધ્રાના રહેવાસીઓ છે અને અમદાવાદમાં લગ્ન પ્રસંગે ગયા હતા.
સમગ્ર ધ્રાંગધ્રા પંથક શોકમાં
મોતની ખબર પડતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટ મોર્ટમ માટે ધ્રાંગધ્રાંની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એક જ પરિવારમાંથી 04 લોકોનાં મોતની ખબર પડતા જ સમગ્ર ધ્રાંગધ્રા પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
