આણંદ : વાસદ પોલીસની વાનને નડ્યો અકસ્માત, એક હોમગાર્ડનું મોત, બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત, જુઓ વીડિયો

આણંદ : વાસદ પોલીસની વાનને નડ્યો અકસ્માત, એક હોમગાર્ડનું મોત, બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 29, 2023 | 12:32 PM

આણંદના વાસદ બ્રિજ પર વાસદ પોલીસ વાન પસાર થઇ રહી હતી, તે દરમિયાન અચાનક ડિવાઈડર પર ચડી જતાં અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં હોમગાર્ડ જવાનનું મોત થયું છે. જ્યારે બે પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

આણંદમાં વાસદ બ્રિજ પર પોલીસ વાનને જ અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક હોમગાર્ડ જવાનનું મોત થયુ છે, ત્યારે અન્ય બે પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. જેમને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.અકસ્માત મામલે પોલીસ દ્વારા વધુ કામગીરી શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચો-ભરૂચ : પહેલા પૂર અને હવે માવઠાએ ખેડૂતોને પડતાં પર પાટુ માર્યું, જુઓ ખેતીમાં નુકસાનના આકાશી દ્રશ્યો

ઘટના કઇક એવી છે કે આણંદના વાસદ બ્રિજ પર વાસદ પોલીસ વાન પસાર થઇ રહી હતી, તે દરમિયાન અચાનક ડિવાઈડર પર ચડી જતાં અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં હોમગાર્ડ જવાનનું મોત થયું છે. જ્યારે બે પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત પોલીસર્મીઓને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સમગ્ર મામલે વાસદ પોલીસે હવે તપાસ હાથ ધરી છે.

આણંદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો