Gujarati Video: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક આહાર કેન્દ્રનું લોકાર્પણ કર્યું, 700 લોકો રોજ લઇ શકશે ભોજન

TV9 GUJARATI

|

Updated on: Mar 18, 2023 | 5:12 PM

ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક આહાર કેન્દ્રનું લોકાર્પણ કર્યું છે. આ નિઃશુલ્ક આહાર કેન્દ્રમાં 600 થી 700 લોકો ભોજન લઈ શકશે. જેમાં નિઃશુલ્ક આહાર કેન્દ્ર પર સવારે 11 થી બપોરે 1 અને સાંજે 6 થી 8 દરમિયાન ભોજન મળશે.

ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક આહાર કેન્દ્રનું લોકાર્પણ કર્યું છે. આ નિઃશુલ્ક આહાર કેન્દ્રમાં 600 થી 700 લોકો ભોજન લઈ શકશે. જેમાં નિઃશુલ્ક આહાર કેન્દ્ર પર સવારે 11 થી બપોરે 1 અને સાંજે 6 થી 8 દરમિયાન ભોજન મળશે. જેમાં દર્દીઓ સાથે આવતા સબંધીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

કલોલમાં વિવિધ વિકાસના કામોનું ભૂમિ પૂજન કરશે

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બપોરે 3 કલાકે નારદીપુર તળાવ અને વિકાસ કામોનું લોકાર્પણ કરાવશે. તો બીજી તરફ વડોદરાની એમ એસ યુનિવર્સિટીનો સાંજે કોનવોકેશન સમારોહ યોજાશે, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

તો  19 માર્ચે જૂનાગઢમાં APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કરશે અને જૂનાગઢ જિલ્લા બેંકના મુખ્યાલયનો શિલાન્યાસ પણ કરશે. આ ઉપરાંત તેઓ સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવના દર્શને જશે. ત્યારબાદ તેઓ સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપ લોન્ચ કરશે અને વિડીયો કોન્ફરન્સ દ્વારા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાંજે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.

આ પણ વાંચો : Gujarati Video : એર ઈન્ડિયાના વાંકે ગુજરાતના 10 હજાર NRI ફસાયા, અમેરિકાની ફ્લાઈટો રદ થતા મુસાફરો પરેશાન

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati