જામનગર સમાચાર : સી. ડિવિઝનના હેડ કોન્સ્ટેબલ વતી હોમગાર્ડ લાંચ લેતા ઝડપાયો, જુઓ વીડિયો

જામનગર સમાચાર : સી. ડિવિઝનના હેડ કોન્સ્ટેબલ વતી હોમગાર્ડ લાંચ લેતા ઝડપાયો, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 07, 2023 | 7:10 AM

જામનગર : રાજ્યમાં અનેક વાર લાંચ લેતા કર્મચારીઓ કે અધિકારાઓની ઝડપાતા હોય છે. જેમાં ઘણી વાર ACB છટકુ ગોઠવીને અથવા તો બાતમીના આધારે લાંચ લેતા લોકોને ઝડપે છે. તો આવી જ એક ઘટના જામનગરમાં બની છે. જામનગરમાં પણ પોલીસ કર્મચારી હોમગાર્ડ વતી લાંચ લેતો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.

રાજ્યમાં અવારનવાર લાંચ લેતા લોકો ઝડપાતા હોય છે. આવી જ એક ઘટના જામનગરમાં બની છે. જામનગરના સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વતી હોમગાર્ડ લાંચ લેતા ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. બાતમીના આધારે ACBએ હોમગાર્ડ જવાન હરપાલસિંહ જાડેજાને 22 હજારની લાંચ લેતા પકડી પાડ્યો છે. તો દારૂના કેસમાં લાંચ માંગનાર હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ગઢવી હાલમાં ફરાર થઈ ગયો છે. ACBએ ફરાર પોલીસ હેડ કોન્સ્ટેબલની શોધખોળ હાથ ધરી છે.

તો બીજી તરફ ગાંધીનગર મામલતદાર કચેરીમાં રેકર્ડરૂમના બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હોવાની ઘટના બની છે. ACBએ છટકુ ગોઠવીને સંજય અને દીપક નામના બે કર્મચારીને એક હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.  આ બંને કર્મચારીઓ ગાંધીનગર મામલતદાર કચેરીમાં લાંબા સમયથી વહીવટ ચલાવતા હોવાનું સામે આવ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો