કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ એકબીજાને ભેટી પડ્યા, નવા વર્ષે ઉષ્માસભર મુલાકાત, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 25, 2023 | 2:58 PM

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમિત શાહને નૂતન વર્ષની શુભકામના પાઠવવા તેમના ઘરે પહોંચ્યા હતા. અમિત શાહ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એકબીજાને ભેટીને અભિવાદન કર્યું. અમિત શાહે ફૂલોનો બૂકે આપી મુખ્યપ્રધાનનું સ્વાગત કર્યું. બંને ધૂરંધર નેતાઓ વચ્ચેની ઉષ્માસભર મુલાકાત સૌ કોઇ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

નૂતન વર્ષના મંગળ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે અમદાવાદમાં તેમના નિવાસસ્થાને કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી. નવા વર્ષે અમિત શાહના થલતેજ સ્થિત નિવાસસ્થાને કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળ્યો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા. તો અમિત શાહે દરેક આગેવાનો તેમજ કાર્યકરોને મળી તેમને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમિત શાહને નૂતન વર્ષની શુભકામના પાઠવવા તેમના ઘરે પહોંચ્યા હતા. અમિત શાહ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એકબીજાને ભેટીને અભિવાદન કર્યું. અમિત શાહે ફૂલોનો બૂકે આપી મુખ્યપ્રધાનનું સ્વાગત કર્યું. બંને ધૂરંધર નેતાઓ વચ્ચેની ઉષ્માસભર મુલાકાત સૌ કોઇ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ પણ વાંચો- આજની ઇ-હરાજી : દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં નવા વર્ષે ઓછી કિંમતમાં પ્લોટ ખરીદવાની તક,જાણો શું છે વિગત

તો CM ભૂપેન્દ્ર પટેલના અગ્ર સચિવ કે. કૈલાશનાથને પણ નૂતન વર્ષે અમિત શાહ સાથે મુલાકાત કરી અને તેમને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે પણ કે. કૈલાશનાથને તેમના અગ્ર સચિવ તરીકે ઘણી જ મહત્વની જવાબદારીઓ નિભાવી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 14, 2023 02:30 PM