Gujarati Video : અમદાવાદના સોલા બ્રિજ પર બની હિટ એન્ડ રનની ઘટના, બેફામ કારચાલક ફરાર, જુઓ VIDEO

| Edited By: | Updated on: Feb 21, 2023 | 1:07 PM

અકસ્માતની જાણ થતા આસપાસના લોકો તાત્કાલીક ધોરણે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પીડિત લોકોને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

રાજ્યમાં દિવસે- દિવસે હિટ એન્ડ રનની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. આવી જ એક ઘટના આજે સોલા બ્રિજ પર બની છે. આજે  સવારે 4 વાગ્યે એક્ટિવા પર ગાંધીનગર જઈ રહેલા ત્રણ યુવક- યુવતીને કારે ટક્કર મારતા અકસ્માત સર્જોયો હતો. કારની ટક્કર વાગતા ત્રણેય યુવક-યુવતીઓને ગંભીર ઈજાઓ થઈ હતી.

આ પણ વાંચો : Gujarati Video: અમદાવાદના ધમધમતા કાલુપુરમાં ટેમ્પોની આડમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ, જુઓ Video

અકસ્માતની જાણ થતા આસપાસના લોકો તાત્કાલીક ધોરણે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પીડિત લોકોને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. બેફામ બનેલો કારચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જેના પર ટ્રાફિક પોલીસે સામે ગુનો નોંધી. કારના નંબરના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠામા હિટ અને રનની ઘટના

આ અગાઉ બનાસકાંઠામા હિટ અને રનની ઘટના સામે આવી હતી. બનાસકાંઠાના રાધનપુર ડિસા હાઈવે પર બાઈક ચાલક અને ટેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા બાઈક ચાલકનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. જેને તાત્કાલીક ધોરણે PM માટે ડિસા હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો. ડીસા રુરલ પોલીસ સ્ટેશનમા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.