અમદાવાદના મેઘાણીનગરમાં ગુનાહિત ઈતિહાસ ધરાવનાર શખ્સની હત્યા, જુઓ Video

| Edited By: | Updated on: Aug 03, 2023 | 9:57 AM

અમદાવાદના મેઘાણીનગરમાં ગુનાહિત ઈતિહાસ ધરાવનાર શખ્સની હત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના ભાર્ગવ રોડ પર આવેલી ભગવતી શાળા પાસેની આ ઘટના છે. રવિ ઉર્ફે લલ્લા ભાદોરિયા નામના શખ્સની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું સામે આવી રહ્યુ છે.

Ahmedabad : અમદાવાદના મેઘાણીનગરમાં ગુનાહિત ઈતિહાસ ધરાવનાર શખ્સની હત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના ભાર્ગવ રોડ પર આવેલી ભગવતી શાળા પાસેની આ ઘટના છે. રવિ ઉર્ફે લલ્લા ભાદોરિયા નામના શખ્સની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું સામે આવી રહ્યુ છે. કરણ અને પાર્થ ચૌહાણ નામના શખ્સોએ હત્યા કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મૃતક અગાઉ લૂંટ, ચોરી, મારામારી સહિતના ગુનાઓને અંજામ આપી ચૂક્યો હોવાની માહિતી મળી છે.

આ પણ વાંચો : Ahmedabad : અધિક પુરુષોત્તમ માસની અમદાવાદ શહેરમાં ભક્તિમય માહોલમાં ઉજવણી, જુઓ Photos

પ્રેમિકાના ઘર આગળ પ્રેમીનો આપઘાત

તો આ તરફ ભાવનગરમાં પ્રેમિકાના પિતાએ સગાઈ કરાવી આપવાની ના પાડતાં પ્રેમીએ પ્રેમિકાના ઘર સામે જ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરના કુંભારવાડા વિસ્તારની જ્યાં રોશન તલાવિયા નામના યુવકે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે સરટી હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ છે.