છેલ્લા 65 વર્ષનો રેકોર્ડ તૂટયો ! દૂધસાગર ડેરીમાં દૂધની આવકમાં ધરખમ વધારો, ’45 લાખ’ લિટર દૂધની આવકથી સર્જાયો ઈતિહાસ – જુઓ Video

છેલ્લા 65 વર્ષનો રેકોર્ડ તૂટયો ! દૂધસાગર ડેરીમાં દૂધની આવકમાં ધરખમ વધારો, ’45 લાખ’ લિટર દૂધની આવકથી સર્જાયો ઈતિહાસ – જુઓ Video

| Edited By: | Updated on: Dec 30, 2025 | 7:01 PM

મહેસાણાની શાન ગણાતી દૂધસાગર ડેરીએ દૂધ સંપાદનમાં નવો ઈતિહાસ રચ્યો છે. દૂધસાગર ડેરીમાં તાજેતરમાં દૂધની આવકમાં નોંધાયેલો વધારો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

મહેસાણાની દૂધસાગર ડેરીમાં દૂધની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. એક જ દિવસમાં ડેરીમાં 45 લાખ લિટર દૂધની આવક નોંધાઈ છે, જે છેલ્લા 65 વર્ષમાં સૌથી વધુ ગણાય છે. અગાઉ દૂધની આવક 30 થી 32 લાખ લિટર રહેતી હતી, જ્યારે હવે તેમાં મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે.

ડેરીના ઈતિહાસમાં નોંધાયેલા આ વિક્રમી દૂધ સંપાદનને કારણે સહકારી ક્ષેત્રે નવો કિર્તીમાન સ્થાપિત થયો છે. દૂધની આવક વધતા સંચાલકો તેમજ પશુપાલકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભાવમાં સુધારો, પશુપાલકોને વીમા કવચ, વેટરનરી સેવાઓ અને સસ્તું તેમજ ગુણવત્તાયુક્ત પશુદાણ ઉપલબ્ધ થવાથી પશુપાલકોનો ડેરી પ્રત્યે વિશ્વાસ વધ્યો છે, જેના કારણે દૂધ સંપાદનમાં વધારો નોંધાયો છે. આ વૃદ્ધિને ડેરી વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો