Junagadh: મૌલાના મુફ્તીના ભડકાઉ ભાષણ મામલે હિંદુ ધર્મગુરુઓમાં રોષ, જ્યોતિર્નાથ મહારાજે કડક કાર્યવાહીની માગ કરી, જુઓ Video

Junagadh: મૌલાના મુફ્તીના ભડકાઉ ભાષણ મામલે હિંદુ ધર્મગુરુઓમાં રોષ, જ્યોતિર્નાથ મહારાજે કડક કાર્યવાહીની માગ કરી, જુઓ Video

| Edited By: | Updated on: Feb 05, 2024 | 11:21 AM

31 જાન્યુઆરીના રોજ જૂનાગઢમાં આયોજિત કાર્યક્રમમાં મૌલાના મુફ્તીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ મામલે હિંદુ ધર્મગુરુઓમાં રોષ ફેલાયો છે. હિંદુ ધર્મગુરુ જ્યોતિર્નાથ મહારાજે કડક કાર્યવાહીની માગ કરી છે.

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવું ઈસ્લામિક ધર્મગુરૂ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને ભારે પડ્યું છે. ગુજરાત ATSએ મુંબઈના ઘાટકોપરથી મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી છે. જો કે બીજી તરફ જૂનાગઢ ધાર્મિક કાર્યક્રમમાં મૌલાના મુફ્તીના ભડકાઉ ભાષણથી હિંદુ ધર્મગુરુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

31 જાન્યુઆરીના રોજ જૂનાગઢમાં આયોજિત કાર્યક્રમમાં મૌલાના મુફ્તીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ મામલે હિંદુ ધર્મગુરુઓમાં રોષ ફેલાયો છે. હિંદુ ધર્મગુરુ જ્યોતિર્નાથ મહારાજે કડક કાર્યવાહીની માગ કરી છે.તેમણે જણાવ્યુ છે કે આ પ્રકારના નિવેદનો સાંખી લેવાય નહીં.ગુજરાતની જનતામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ન માત્ર મૌલાના મુફ્તી, પરંતુ તેમના કાર્યક્રમનું આયોજન કરનારાઓ સામે પણ પગલા લેવાની માગ જ્યોતિર્નાથ મહારાજે કરી છે.

આ પણ વાંચો-જૂનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટની કડક પૂછપરછ, ગૃહ રાજ્ય પ્રધાને કહ્યુ-ત્વરિત પગલા લેવાયા છે,જુઓ Video

મહત્વનું છે કે મૌલાનાના શાંતિ ડહોળવાના પ્રયાસને લઇ પોલીસ અને ATSએ 3 લોકો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. કાર્યક્રમના આયોજક યુસુફ મલેક અને અજીમ હબીબ અને મૌલાના મુફ્તી સામે કલમ 153A, 505, 188, 114 હેઠળ FIR નોંધવામાં આવી. જે બાદ કાર્યક્રમના આયોજક યુસુફ મલેક અને અજીમ હબીબને ઝડપ્યા હતા. તો હવે મૌલાના મુફ્તીની મુંબઇથી ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરાઇ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો