અમદાવાદમાં(Ahmedabad)શહેરમાં પણ કોરોનાનું(Corona)સંક્રમણ સતત વધી રહ્યું છે. જેમાં શહેરનો પશ્ચિમ વિસ્તાર કોરોનાનું એપી સેન્ટર(Epicenter ) બન્યો છે. જેમાં 19 જાન્યુઆરીએ એક દિવસમાં અમદાવાદ શહેરમાં 8391 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 6 દર્દીનું કોરોનાથી મોત થયું છે…જ્યારે 3 હજાર 911 દર્દીઓએ કોરોનાને માત આપી. પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમદાવાદમાં 54 હજાર 376 કેસ સામે આવ્યા છે…જેમાંથી 38 હજાર 722 કેસ માત્ર 11 જાન્યુઆરીથી 19 જાન્યુઆરીમાં આવ્યા છે.જો કે આ દરમ્યાન અમદાવાદ શહેરનો પશ્ચિમ વિસ્તાર કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી વધુ સંક્રમણનો શિકાર બન્યો છે. જેમાં પણ શહેરના બોડકદેવ અને જોધપુર વિસ્તાર ત્રીજી લહેરના એપીસેન્ટર બન્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં બોડકદેવમાં 700 નવા કોરોના કેસ નોંધાયા છે. તેમજછેલ્લા 3 દિવસથી દરરોજ 500 થી વધુ કેસો નોંધાય છે
જ્યારે જોધપુર વોર્ડમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ ઉપરાંત નવરંગપુરા અને ગોતામાં રોજના 300થી વધુ કેસ નોંધાય રહ્યા છે. જ્યારે ચાંદખેડા અને પાલડીમાં રોજના 400થી વધુ કેસ નોંધાય છે.જેમાં મંગળવાર સુધીમાં અમદાવાદમાં 26,861 એક્ટિવ કેસ હતા જેમાં સૌથી વધુ 2,698 એક્ટિવ કેસ જોધપુર વિસ્તારમાં છે. જ્યારે બોડકદેવ વિસ્તાર 2,496 સક્રિય કેસ સાથે બીજા ક્રમે છે.
આ ઉપરાંત આ વિસ્તારમાં કોરોનાના કેસો વધતાં કોર્પોરેશનના કોરોના ટેસ્ટિંગ ડોમ પર લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. તેમજ તેના પગલે આગામી દિવસોમાં આ વિસ્તારમાં કોરોનાના કેસોમાં વધારો થવાની પણ શક્યતા છે.જ્યારે મધ્ય ઝોનના દરિયાપુર વિસ્તારમાં સૌથી ઓછા 58 એક્ટિવ કેસ છે.બીજી તરફ 1લી જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધીમાં અમદાવાદમાં કુલ 15 દર્દીના મોત થયા છે
આ પણ વાંચો : Rajkot: કોરોનાનો રાફડો ફાટ્યો, ટેસ્ટિંગ કરાવવા લોકોની લાઈનો લાગી
આ પણ વાંચો : Surat : કેમિકલ ગેસ લીક કેસમાં પોલીસ સક્રિય, કંપનીના માલિકોને લુકઆઉટ નોટિસ જાહેર