સુરતના ડુમસમાં ફાર્મ હાઉસમાં હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી, 8 મહિલાઓ સહિત 22 ઝડપાયા
રિદ્ધી નામની યુવતીનો જન્મદિવસ હતો મિત્ર વર્તુળને બોલાવ્યા હતા. જેમાં અલથાણ, વેસુ, પાલ વિસ્તારના લોકો મહેફિલ માણતા હતા.દારુ ક્યાથી લાવ્યા તે અંગે તપાસ કરવામાં આવશે. પોલીસે તમામ ઝડપાયેલા લોકોને મેડિકલ તપાસ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
Surat : સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર પોલીસે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી છે. 14 ઓગસ્ટની મોડી રાત્રે એક યુવતીના જન્મદિવસની ઉજવણીના નામે દારૂ અને બિયરની મહેફિલ ચાલી રહી હોવાની માહિતીના આધારે ડુમસ પોલીસે દરોડો પાડ્યો હતો.
પોલીસની કાર્યવાહીમાં દારૂ-બિયરની મહેફિલ માણી રહેલા 8 મહિલાઓ સહિત 20થી વધુ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન ફાર્મ હાઉસમાંથી દારૂ અને બીયર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ છે. પાંચ અર્ધભરેલ બોટલ, વ્હીસ્કીની એક આખી બોટલ, બિયરના ટીન અને 24 મોબાઈલ અને વાહન સહીત કુલ 1 કરોડ 4 લાખ 67 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રિદ્ધી નામની યુવતીનો જન્મદિવસ હતો મિત્ર વર્તુળને બોલાવ્યા હતા. જેમાં અલથાણ, વેસુ, પાલ વિસ્તારના લોકો મહેફિલ માણતા હતા.દારુ ક્યાથી લાવ્યા તે અંગે તપાસ કરવામાં આવશે. પોલીસે તમામ ઝડપાયેલા લોકોને મેડિકલ તપાસ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં તેમની તબીબી તપાસ કરવામાં આવી હતી.
ડુમસ પોલીસની પ્રાથમિક કાર્યવાહી દરમિયાન રૂએક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
જન્મદિવસની ઉજવણી દરમિયાન ફાર્મ હાઉસમાં યોજાયેલી આ દારૂની પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવાના કારણે પોલીસ કાર્યવાહી ચર્ચાસ્પદ બની છે. પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું અને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.