પાવાગઢમાં કાયમી અને હંગામી દબાણો દૂર કરવા મામલે હાઇકોર્ટનો ચુકાદો, દબાણ દૂર કરવાની કામગીરી ગણાવી યોગ્ય- જુઓ વીડિયો
પંચમહાલના પાવાગઢમાં પર્વત વિસ્તારમાં હંગામી દબાણો દૂર કરવા મામલે થયેલી રિટ પિટીશન પર હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. તંત્ર દ્વારા કરાઈ રહેલી ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરીને હાઈકોર્ટે યોગ્ય ગણાવી છે અને દુકાનદારો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે કલેક્ટરને રજૂઆત કરવા હુકમ કરવામાં આવ્યો છે.
પંચમહાલના પાવાગઢ માંચી તેમજ પર્વત ખાતે પાકા અને હંગામી દબાણ હટાવવા બાબતે હાઈકોર્ટમાં થયેલી રિટ પિટીશન પર સુનાવણી કરતા કોર્ટે તંત્ર દ્વારા કરાઈ રહેલી દબાણ કાર્યવાહીને યોગ્ય ગણાવી. 15 દબાણો જિલ્લા પંચાયત દ્વારા તોડવામાં આવ્યા છે તે કાર્યવાહીને હાઈકોર્ટે યોગ્ય ગણાવી. માચી તેમજ પર્વત પરની જગ્યા ગ્રામ પંચાયત અને વનવિભાગની હોવાથી તેના પરના દબાણો તોડી પાડવામાં આવ્યા છે. બાકી દબાણોને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈઓનુ ચુસ્ત પાલન કરી તોડવા હુકમ કર્યો છે.
વૈકલ્પિક વ્યવસ્થા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા અરજદારોને હુકમ કરાયો છે. 82 જેટલા કાયમી અને હંગામી દબાણ તોડી પાડવાની કાર્યવાહી સામે દુકાનદારો દ્વારા સ્ટે લાવવામાં આવ્યો હતો. 82 પૈકી 47 અરજદારોએ હાઈકોર્ટમાં દુકાનો અને સ્ટોલ ન તોડવા રિટ પિટીશન કરી હતી. જે દુકાનો તોડી પાડવામાં આવી છે તેમને અન્ય જગ્યાએ ફાળવવા માટે રિટ પિટીશન કરી હતી. સમગ્ર મામલે હાઈકોર્ટે ગેરકાયદે કરાયેલા દબાણો હટાવવાની કામગીરીને યોગ્ય ગણાવી છે.
પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી

Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત

ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ

અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
